તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ:વ્રતધારી કન્યાઓ વહેલી સવારે શિવ મંદિરોમાં ભગવાન સદાશિવની સમક્ષમા પાર્વતીની પૂજા અર્ચના કરી

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારો જીવનસાથી મળે તેવી કામના સાથે શિવજીને અભિષેક પૂજા વિધિ કરી

વ્રતધારી કન્યાઓ વહેલી સવારે શિવ મંદિરોમાં ભગવાન સદાશિવની સમક્ષમા પાર્વતીની પૂજા અર્ચના કરી સારો જીવનસાથી મળે તેવી કામના સાથે શિવજીને અભિષેક પૂજા વિધિ કરી હતી.

અષાઢની વર્ષાઋતુ એટલે વ્રતો તહેવારો અને ઉત્સવોની મોસમ આ ઋતુમાં આરાધના તપ ની સાથે શિવજીની અખંડ ભક્તિ ન પવિત્ર શ્રાવણ માસનો પણ પ્રારંભ થાય છે. આજે અષાઢ સુદ તેરસથી શિવ-પાર્વતીની પૂજા-અર્ચના કરવાનું જયાપાર્વતીના ત્રિદિવસીય ધર્મમય માહોલમાં આરંભ થયો છે.

શહેરના વિવિધ શિવાલયોમાં આજે વહેલી સવારે પરણિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ સારો જીવનસાથી મેળવવા ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. પોતાના અખંડ સૌભાગ્ય અને પુત્ર પ્રાપ્તિ માટે શિવજીને વિશેષ દ્રવ્યથી અભિષેક પૂજા કરી આશીર્વાદ મળ્યા હતા. શહેરના વિવિધ શિવાલયોમાં વ્રતધારી કન્યાઓએ શિવલિંગ ઉપર દૂધ દહીં મધ જેવા પંચામૃત અભિષેક કરી ભગવાન શિવની આરતી ઉતારી હતી. આમ શહેરમાં ગૌરી વ્રતની સાથે સાથે જયાપાર્વતીના વ્રતનો પ્રારંભ થતા શિવાલય શિવજી ના નાદથી ગુંજી ઉઠયા હતા.

અન્ય સમાચારો પણ છે...