પોસ્ટલ બેલેટથી મતદાન:પાટણ જિલ્લાની 4 વિધાનસભામાં તા.25 નવેમ્બરથી પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થશે

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં આગામી 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે 18 પાટણ વિધાનસભાની સામાનય ચૂંટણી ઉપરાંત જિલ્લાની અન્ય ત્રણ વિધાનસભાઓ સિદ્ધપુર, ચાણસ્મા અને રાધનપુરમાં ચૂંટણી સમયે વિવિધ પ્રકારની ફરજ નિભાવનાર સરકારી

કર્મચારીઓ પોસ્ટલ બેલેટ થી મતદાન કરવાના હોઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવા મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પાટણ વિધાનસભા મતવિસ્તાર માટે પાટણ શહેરમાં આવેલી કે.ડી.પોલિટેકનિક કોલેજ ખાતે મતદાન સુવિધા કેન્દ્ર શરૂ કરાશે. જ્યાં ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

તા.25 નવેમ્બરના રોજ પોલીસ અને હોમગાર્ડ મતદાન કરશે, 26 નવેમ્બરના રોજ પીઆર અને પીઓ વનની બીજી તાલીમ તથા પોસ્ટલ બેલેટથી મતદાન થશે. 27 નવેમ્બરે પોલિંગ ઓફિસર તથા ફર્સ્ટ પોલિંગ ઓફિસરની બીજી તાલીમ તથા પોલિંગ ઓફિસરનું પોસ્ટલ બેલેટથી મતદાન થવાનું છે. જયારે 28થી 30 નવેમ્બરના રોજ આવશ્યક સેવાઓના મતદારો તથા ચૂંટણી ફરજ પરના અન્ય સ્ટાફનું પોસ્ટલ બેલેટથી મતદાન થવાનું છે. જેમાં સવારે 9થી સાંજે 5 કલાક સુધી આ પોસ્ટલ બેલેટથી મતદાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે તેમ પાટણ વિધાનસભા અધિકારી ચૂંટણી અધિકારી દ્વારા જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...