લોકોની વ્યથા:‘મતદાન કરીને ભઈલા ઉંમર ગઈ પણ જિંદગી ના બદલાઈ’

પાટણ6 દિવસ પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
  • પાક. સરહદે પાટણના કેસરગઢ ગામનો રિપોર્ટ : લોકોની વ્યથા
  • ગામના એક પણ ઘરમાં પાણીનું નળ કનેક્શન નથી

ભારત - પાકિસ્તાનની બોર્ડર પાટણ અને બનાસકાંઠા બંને જિલ્લાઓને અડીને આવેલી છે. જેમાં પાટણના સરહદી સાંતલપુરના કેસરગઢ ગામ એક એવું ગામ છે. જેના ગ્રામજનો બંને જિલ્લા માટે મતદાન કરે છે. જીવન જરિયાત સુવિધાઓ અને શિક્ષણથી વંચિત ગામ હોય 250 લોકોનું જીવન અંધકારમય છે.

250 લોકોનું જીવન અંધકારમય
કેસરગઢ ગામથી ફક્ત 70 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની બોર્ડર હોય સરહદી ગામ તરીકે કેસરગઢ ગામ દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચતા ગામના બોર્ડથી જ બિસ્માર હાલતમાં સીસી રોડ ઉપરથી ગામમાં પ્રવેશ કર્યો. કોઈપણ મોટા ઘર નહિ નાના નાના કાચા પાકા સિમેન્ટના મકાનો હતા.

રજળપાટ કરી અન્ય ગામમાંથી પાણી લાવવું પડે
ઘરમાં સુવિધાઓની વાત છોડો પાણીનું નળ કનેક્શન પણ નહી.ગામમાં વીજ થાંભલા હતા પરંતુ સ્ટ્રીટ લાઈટ નહિ.વીજળીની સુવિધા હોય સામાન્ય કેટલાક ઘરોમાં પંખા હતા.કોઈ ઘરે ગેસ કનેક્શન ના હોય બધી મહિલાઓ માટીના ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી. પાણી અંગે પૂછતા પીવાનું પાણી કેનાલમાંથી લાવીએ જો કેનાલમાં પાણી બંધ હોય તો રજળપાટ કરી અન્ય ગામમાંથી પાણી લાવવું પડે છે.તેમ મહિલાઓએ જણાવ્યુ હતુ.

આજે પણ દરેક ઘરમાં માટીના ચૂલા
ગામમાં એક પણ ઘરમાં નળ કે ગેસ કનેક્શન ના હોવાથી આજે પણ મહિલાઓ ચૂલા ઉપર જ રસોઈ બનાવે છે. તસવીર પ્રકાશ સોની

250ની વસ્તીમાં 185 મતદારો , બે જિલ્લા માં મતદાન કરે છે
ગામમાં 250 લોકો છે.જેમાંથી 185 મતદારો છે. ગામ એક પરતુ ગામના મતદારો ચૂંટણીઓમાં બે જિલ્લામાં મતદાન કરે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કિલાણા જૂથ ગ્રામપંચાયત , તાલુકા- જિલ્લા પંચાયતમાં પાટણ જિલ્લામાં મતદાન અને વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સુઈગામ -વાવ વિધાનસભા બેઠકમાં મતદાન કરે છે.

ગ્રામજનોનો મિજાજ

  • ગ્રામજનોએ કોઇપણ ધારાસભ્ય જોયા નથી ફ્કત મતદાન કરે છે : ડેપ્યુટી સરપંચ વહાજી ઠાકોરે જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે નેતાઓને ગામ યાદ આવે ચૂંટણી પૂર્ણ થાય પછી કોણ ધારાસભ્ય ચૂંટાયા છે. અને કેવા દેખાય છે તે આજ સુધી કોઈપણ ગ્રામજનોએ જોયા નથી કેમકે કોઈ પણ નેતા ગામમાં આવ્યા જ નથી.
  • જીવન જરૂરિયા વસ્તુ માટે 7 કિ.મી લાંબા થવુ પડે છે: ગામની રાધાબેન ગીતાબેન સહિતની મહિલાઓ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે ગામમાં દૂધની ડેરી , આરોગ્ય કેન્દ્ર કે અનાજ દળાવવાની ઘંટી પણ નથી. જીવન જરૂયાતની સામાન્ય વસ્તુઓ માટે 7 કિ.મી. દૂર બનાસકાંઠાના સોનેથ ગામમાં જવું પડે છે.
અન્ય સમાચારો પણ છે...