તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:યુનિક મોબાઈલ નંબરના મતદારો ઈ-એપીક કાર્ડ ડાઉનલોડ કરી શકશે

પાટણ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એપ્લીકેશનનો મહત્તમ લાભ લેવા કલેક્ટરની અપીલ

કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ઈ-એપિક એપ્લિકેશન દ્વારા પાટણ જિલ્લાના યુનિક મોબાઈલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે.ગત તા.25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા e-EPIC (Electronic- Electoral Photo Identity Card) લોન્ચ કરવામાં આવી હતી. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2021 દરમ્યાન યાદીમાં મોબાઈલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો ઈ-એપિક ડાઉનલોડ કરી શકશે. આ ઈલેક્ટ્રોનિક ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડિઝીટલી સાચવી શકાશે.

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે http://nvsp.in/, https://voterportal.eci.gov.in તથા Voter Helpline Mobile App (Android/ios) એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. જિલ્લાના મતદારોને ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો