મતની તાકાત:પાટણ જિલ્લામાં કચકચાવીને જંગી લીડ આપવામાં રાધનપુર અને સિદ્ધપુર બેઠકના મતદારો અગ્રેસર

પાટણ2 મહિનો પહેલાલેખક: જનક રાવલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌથી મોટી લીડનો ખોડીદાન ઝુલાનો રેકોર્ડ આજસુધીમાં તૂટ્યો નથી

વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવાની અવધી સમાપ્ત થઈ છે. 21 નવેમ્બરે ફોર્મ પાછા ખેંચવાની અવધિ સમાપ્ત થતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.ત્યારે ચૂંટણીનું રિઝલ્ટ કેવું હશે અને ભાજપ કોંગ્રેસ કેટલી તાકાત બતાવશે તે 8 ડિસેમ્બરે બહાર આવી જશે. કોણ કેટલી લીડથી જીતશે તેને લઈને પણ ચર્ચાઓ રાજકીય પક્ષોના વર્તુળોમાં સાંભળવા મળી રહી છે ત્યારે પાછલી ચૂંટણીમાં જે સ્થિતિ હતી તેને સુધારવા માટે રાજકીય પક્ષો દ્વારા જ્ઞાતિવાદ સમીકરણો ઉપર ગતિવિધિઓ ચાલી રહી છે.

કોંગ્રેસના ખોડીદાન ઝુલાનો રેકોર્ડ
​​​​​​​ત્યારે જ્ઞાતિવાદ તેમજ અન્ય સમર્થનથી સૌથી મોટી સરસાઇ આપવામાં રાધનપુર અને સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના મતદારો મોખરે રહ્યા છે. જિલ્લા મથકના સમાવેશ ધરાવતી પાટણ વિધાનસભા બેઠક ઉપર માત્ર એક વખત મોટો વિજય નોંધાયો છે. સૌથી મોટા વિજયનો કોંગ્રેસના ખોડીદાન ઝુલાનો રેકોર્ડ આજ સુધી કોઈ ઉમેદવાર તોડી શક્યો નથી. અત્યાર સુધીમાં પાંચ ઉમેદવારો 25,000થી વધારે સરસાઈ મેળવી શક્યા છે. વર્ષ 1962થી 2017 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખોડીદાસ ઝુલા 1985માં 43786 જેટલી જંગી સરસાઈથી રાધનપુર બેઠક ઉપર ચૂંટાયા હતા.

રાધનપુર વિસ્તારના મતદારો તાકતવર પુરવાર થયા

તેના પછી વર્ષ 1995માં સિદ્ધપુર બેઠક પરથી ભાજપના જયનારાયણ વ્યાસ 31062 મતની સરસાઈ સાથે ચૂંટાયા હતા. ભાજપના શંકર ચૌધરી રાધનપુરમાં અને કોંગ્રેસના (હાલ ભાજપમાં) બળવંતસિંહ રાજપુત સિદ્ધપુરમાં અને પછી કોંગ્રેસના કિરીટ પટેલ પાટણમાં 25000 કરતા વધારે મતથી ચૂંટાયા હતા.અત્યાર સુધીની 13 ચૂંટણીમાં સૌથી વધુ લીડ આપવામાં રાધનપુર વિસ્તારના મતદારો તાકતવર પુરવાર થયા છે જ્યાં 7 વખત અને ત્યારબાદ સિદ્ધપુર વિધાનસભામાં 4 વખત સૌથી વધુ મત અને સરસાઈ મતદારોએ કોઈપણ પક્ષના ઉમેદવારોને આપી છે. પાટણ અને હાલ અસ્તિત્વ ન ધરાવતી વાગડોદ બેઠક પર એક વખત મોટી સરસાઈ રહી હતી.

કયા વર્ષે કોણે કેટલી લીડની તાકાત બતાવી

વર્ષનામલીડબેઠકપક્ષ
1962દેવકરણ પોરાણીયા15324રાધનપુરકોંગ્રેસ
1967નારણભાઇ પટેલ10245સિદ્ધપુરકોંગ્રેસ
1972નિર્મલાબેન ઝવેરી9971રાધનપુરકોંગ્રેસ
1975ખોડીદાન ઝુલા19903રાધનપુરકોગ્રેસ
1980ખોડીદાન ઝુલા10305રાધનપુરકોંગ્રેસ
1985ખોડીદાન ઝુલા43786રાધનપુરકોંગ્રેસ
1990જયનારાયણ વ્યાસ18389સિદ્ધપુરભાજપ
1995જયનારાયણ વ્યાસ31062સિદ્ધપુરભાજપ
1998શંકરભાઇ ચૌધરી17422રાધનપુરભાજપ
2002જોધાજી ઠાકોર21698વાગડોદકોંગ્રેસ
2007શંકરભાઇ ચૌધરી27736રાધનપુરભાજપ
2012બળવંતસિહ રાજપૂત25824સિદ્ધપુરકોંગ્રેસ
2017કિરીટભાઈ પટેલ25279પાટણકોંગ્રેસ
અન્ય સમાચારો પણ છે...