પાટણમાં દિવાળી પૂર્ણ થતા વિવિધ સમાજ દ્વારા સ્નેહમિલન કરવામાં આવી રહ્યું છે.પરંતુ પાટણ શહેરના હાજીપુર ગામના વિવિધ જ્ઞાતિના લોકો સાથે મળી સમગ્ર ગામ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ કરી ગામમાંથી સરકારી નોકરીમાં લાગેલા તમામ જ્ઞાતિના યુવક યુવતીઓને વિશિષ્ટ સન્માન કરી પ્રોત્સાહન આપવાની સાથે ગામમાં ભાઈચારા અને એકતાના દર્શન કરાવી અન્ય ગામોને પણ સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો છે.
પાટણના હાજીપુર ગામે સામાજિક સમરસતાની સાથેવસુધૈવ કુટુંબકમની ભાવના ઉજાગર કરવા સમગ્ર ગામ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામમાંથી લશ્કરી તથા સરકારી ભરતી તેમજ રમત ગમત ક્ષેત્રે , મેડિકલ, એન્જિનિયરીંગથી લઈ ઉચ્ચતર , માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી તારલાઓ, આર્મી , BSF, પોલિસ, આરોગ્ય વગેરે સરકારી ભરતીમાં સિલેક્ટ થયેલા કે જેમાં ચાર સગી બહેનો એકસાથે પોલીસ વિભાગમાં સિલેક્ટ થઈ હોય સૌ મળી કે કુલ 43 યુવાનોનેગામ દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં હાજીપુર કેળવણી મંડળના સભ્ય તથા સહયોગી દાતાઓ અને ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા.
ગામના એકતા અને ભાઈચારાની ભાવના માટે કાર્યક્રમ કરાયો : રમેશભાઈ દેસાઈ
હાજીપુર કેળવણી મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરનાર રમેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે દરેક ગામોમાં વિવિધ સમાજના કે સંસ્થાના સ્નેહમિલન હોય પરંતુ ગ્રામ્ય સંસ્કૃતિ અકબંધ રહે અને ગામમાં વસતા સર્વે સમાજના લોકો ભેગા મળી ભાઈચારાની ભાવના સાથે રહે તેવા આશ્રય સાથે આ સામૂહિક સ્નેહમિલન સમારંભ રખાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.