આયોજન:વિપુલ ચૌધરી સમર્થક અર્બુદા સેનાના કાર્યક્રમમાં PMને પધારવા આમંત્રણ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
  • 15મીએ સ્વ. માનસિંહ પટેલની જન્મજયંતિએ સ્નહેમિલન યોજાશે

પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા સ્વ. માનસિહભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અર્બુદા સેનાના સ્નેહમિલનમાં હાજરી આપવા વડાપ્રધાનને પત્ર પાઠવતા રાજકીય ફલકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.મહેસાણા દૂધસાગર ડેરીના સ્થાપક સ્વ.માનસિંહભાઈ પટેલની જન્મ જયંતી અને અર્બુદા સેનાના વાર્ષિક મીટીંગ 15 નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાના ચરાડા ખાતે આયોજિત કરી છે. જેમાં આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવતા સ્વ.માનસિહભાઈના માનમાં યોજાનારા સ્નેહમિલનમાં મુખ્ય અતિથિ તરીકે પધારવા માટે સંસદ સભ્ય દ્વારા વડાપ્રધાનને પત્ર પાઠવવામાં આવ્યો છે.

માનસિંહ પટેલ વિપુલ ચૌધરીના પિતા હતા. જ્યારે વિપુલ ચૌધરી કરોડોના કૌભાંડના આરોપમાં જેલમાં બંધ છે અને અર્બુદા સેના તેમના સમર્થનમાં ભાજપ સરકારનો વિરોધ કરી રહી છે. આ પત્રમાં તેમણે માત્ર સ્નેહમિલનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે. જેને પગલે સંસદ સભ્ય દ્વારા અર્બુદા સેનાના કાર્યક્રમને સમર્થન આપ્યું હોવાની ચર્ચાઓ જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...