રજૂઆત:મોટાનાયતામાં દારૂનું દૂષણ ડામવા ગ્રામજનોની પોલીસમાં રજૂઆત

નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવયુવાનો દારૂની લતે ચડી ઘરમાં ઝઘડા કરે છે. ગ્રામજનો
  • ગામમાં હવે દારૂ નહીં વેચવા દેવાય : શક્તિ યુવક મંડળ

સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે કેટલાય સમયથી વધી રહેલા દારૂ વેચાણ કરતા લોકોની સંખ્યામાં વધારો થતાં ગામના શક્તિ યુવક મંડળના યુવાનો તેમજ સમસ્ત ગામ દ્રારા સોમવારના રોજ 100થી વધુ લોકો એકઠા થઈને દારૂ વેચાણ પ્રતિબંધ માટે સરસ્વતી પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ટૂંક સમયમાં ગામમાં દારૂનું વેચાણ બંધ નહી થાય તો આગળ વધીશું તેવું શક્તિ યુવક મંડળના સભ્યો એ જણાવ્યું હતું.

મોટા નાયતા ગામે શક્તિ યુવક મંડળ દ્વારા દારૂ વેચાણ કરતા બુટલેગરો સામે બાયો ચડાવી ગામમાં દારૂ નામના રાક્ષસને તિલાંજલિ આપવા માટે મેદાને આવ્યા છે. મોટા નાયતા ગામમાં દારૂનું દૂષણ ખૂબજ વધી ગયું છે અને બુટલેગરો દૂધના ફેરીયાઓની જેમ ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેમજ ગામના યુવાધન શિક્ષણ અને રોજગાર મેળવવાની ઉંમરે દારૂના વ્યસન તરફ જઈ રહ્યા છે અને બુટલેગરો કાયદાનો ભંગ કરી ખુલ્લે આમ દારૂનું ગામમાં વેચાણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...