તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:પાટણના કુણઘેર ગામમાં દુષિત પાણી આવતાં ગ્રામજનો પરેશાન, કોરોનાની યોગ્ય સારવાર માટે પણ રજૂઆત કરાઇ

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
દુષિત પાણીથી ગ્રામજનો પરેશાન - Divya Bhaskar
દુષિત પાણીથી ગ્રામજનો પરેશાન
 • અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં પરિણામ શુન્ય
 • કોરોનાના દર્દીઓને સ્થાનિક કક્ષાએ યોગ્ય સગવડ મળી રહે તે માટે કલેકટર અને ધારાસભ્યને રજૂઆત કરાઇ

પાટણ તાલુકાના કુણઘેર ગામે છેલ્લા એક માસથી દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી આવતુ હોવાની સમસ્યાને લઇ રહીશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. આ દુષિત પાણીના પ્રશ્નનું તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.જ્યારે કુણધેર ગ્રામના કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર સ્થાનિક કક્ષાએ યોગ્ય સગવડ મળી રહે તે માટે કલેકટર અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી.

એક તરફ પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારી એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજી તરફ પાટણ તાલુકાના કુણઘેર ગામે છેલ્લા એકાદ માસથી દલીત વીસ્તારોમાં એકદમ દૂષિત અને દુર્ગંધ પાણી આવતું હોવાના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થવા પામી છે. ત્યારે આ દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી મામલે કુણઘેર ગ્રામ પંચાયતને તેમજ કુણઘેરના આરોગ્ય સેન્ટરમાં ફરજ બજાવતા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

સાથે સાથે રહીશોએ જણાવ્યું હતું કે, એક તરફ પાટણ જિલ્લામાં કોરોનાની મહામારી એ ભરડો લીધો છે. ત્યારે કુણઘેર ગ્રામ પંચાયત દ્વારા દલિત વિસ્તારમાં અપાતું પાણી છેલ્લા એક માસથી દુર્ગંધ યુક્ત અને દૂષિત આવતું હોય છે જેને લઇને લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ પ્રબળ બની છે. જો કુણઘેર ગામ પંચાયત દ્વારા દૂષિત પાણી મામલે યોગ્ય કરવામાં નહીં આવે તો અને જો કોઈ વ્યક્તિ દુષિત પાણીના કારણે રોગચાળાનો ભોગ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી કુણઘેર ગ્રામ પંચાયતની તેમજ કુણઘેર આરોગ્ય કચેરીની રહેશે તેવું કુણઘેરના પૂર્વ સરપંચ કૌશિકકુમાર લાલદાસ સાધુએ જણાવ્યું હતું.

જ્યારે કુણધેર ગ્રામના કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર સ્થાનિક કક્ષાએ યોગ્ય સગવડ મળી રહે તે માટે કલેકટર અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. પાટણ તાલુકાના કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુણઘેર ગામની સાત હજાર અને આજુબાજુના 10 ગામની અંદાજિત 13 હજાર એમ કુલ 20 હજારથી પણ વધુ વસ્તી છે

હાલમાં પાટણના ધારપુર કોવિડ હોસ્પિટલ ખાતે તમામ બેડ પૂર્ણ ભરાયેલા છે અને પ્રતીક્ષાની પણ લાંબી લાઈનો છે ત્યારે કોરોનાની મહામારીનામાં કુણધેર અને આજુબાજુના પ્રજાજનો સ્થાનિક સુવિધા વિના આ મહામારીનો ભોગ બની રહ્યા છે. કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી જેથી આ પ્રજાજનો ખૂબ મોટી હાલાકી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો