પોસ્ટલ મતે જીત અપાવી:પાટણના નોરતા તળપદમાં ત્રણ વારના રિકાઉન્ટિંગ બાદ રસપ્રદ પરિણામ, વિજય પટેલનો એક મતે વિજય

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વાર થયેલી ગણતરીમાં 3 મતોની પાતળી સરસાઈથી જીત થતા રિકાઉંટિંગ કરાયું
  • રિકાઉન્ટિંગમાં હારેલા ઉમેદવારના પોસ્ટલ મતના 1 મતે વિજય થયો

પાટણ તાલુકાના નોરતા તળપદ ગામે સરપંચ પદ માટે ઉભા રહેલા બન્ને ઉમેદવારો માટે થયેલી મતદાનની ગણતરી થતાં પ્રથમ મતગણતરીમાં ઉમેદવાર વિજયભાઈ પટેલને 329 અને રાયચંદભાઈ પટેલને 332 મત મળ્યા હતા. જેથી રાયચંદ પટેલ માત્ર 3 મતે ચૂંટણી જીતતા વિજય ભાઈએ રી-કાઉન્ટિંગ માંગતા ફરી મત ગણતરી હાથ ધરાઈ હતી.

ફરી મતગણતરીમાં વિજયભાઈને 1 મત વધતા અને રાયચંદ ભાઈના બે મત કેન્સલ થતા બન્ને ઉમેદવારના મત સરખા 330 થઈ ગયા હતા. જેથી કોઈ ઉમેદવાર જીતતા ન હતા. ત્યારે હારેલા ઉમેદવાર રાયચંદભાઈ પટેલેને પોસ્ટલ મતમાં 1 મત મળતા વિજય ભાઈ 1 મતે વિજય થયા હતા. જેથી ફરી ત્રીજી વાર રિકાઉન્ટીગની રાયચંદભાઈ પટેલ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

ચૂંટણી અધિકારી દ્વારા બંને ઉમેદવારોને સંતોષ થાય તે માટે ત્રીજી વાર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાંચ કલાકથી વધુ સમયથી મતગણતરી ચાલી હતી, જેમાં અંતમાં ત્રીજી ગણતરીમાં બંને ઉમેદવારોને બેલેટ પેપરના મતમાં 330 સરખા મત મળ્યા હતા. જ્યારે વિજયભાઈને પોસ્ટલ બેલેટમાં 1 મત વધુ મળતા વિજયભાઈ પટેલનો 1 મતે વિજય થયો હતો. જ્યારે હરીફ ઉમેદવાર રાયચંદભાઈ પટેલની 1 મતની પાતળી સરસાઈથી હાર થઈ હતી. જ્યારે નોટામાં 3 મત જ્યારે 7 મત કેન્સલ થયા હતા.

હારેલા ઉમેદવાર કોર્ટમાં જશે ચૂંટણીમાં હારેલા ઉમેદવાર રાયચંદભાઈ પટેલના ચૂંટણી એજન્ટ અમિત ભાઈ પટેલે જણાવ્યું હતું કે, મતગણતરીથી અમને સંતોષ નથી અમે ફરીથી કાન્ટિંગ માટે કોર્ટમાં જઈશું.

હારિજ તાલુકાના ખાખલ ગામમા સરપંચ માટે ચાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ચૂંટણી મતગણતરીમા મુખ્ય બે હરીફ કુંવરબેન દયાળભાઈ ઠાકોરને 777 મત મળ્યા હતા.જ્યારે હરીફ ઉમેદવાર નીલાબેન શુવુભાઈ ઠાકોરને 778 મત મળતા એક મતની સરસાઈ નીલાબેનને મળતા સામેના ઉમેદવાર કુંવરબેને રિકાઉન્ટીંગ માગણી કરી હતી.

ફરીથી રસપ્રદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ફરીથી મતગણતરીમાં બંને ઉમેદવારના 776 મત થતા ટાઈ પડી હતી.તાલુકાના સામાજિક કાર્યકર પોપટજી ઠાકોર અને અને ખાખલ ગામના અગ્રણીઓ મળી અઢી અઢી વર્ષ સમજૂતી કરવામાં આવી હતી.પ્રથમ અઢી વર્ષ માટે ચિઠ્ઠી ઉછાડવામાં આવી હતી. જેમાં નીલાબેન શિવુજી ઠાકોરને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.અને ગામની સમજુતીથી બંને ઉમેદવારને ગુલાલ ઉડાડી જીત મનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...