વિદ્યાર્થિની હીરાની જેમ ઝળકી:પાટણ જિલ્લામાં ધોરણ 10માં 99.98 PR મેળવનાર વિધિ પટેલનું ડોક્ટર બનવાનું સ્વપ્ન

પાટણ21 દિવસ પહેલા
  • પાટણ જિલ્લામાં 139 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લામાં 139 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા હતા. જેમાં A1માં 600માંથી 582 માર્ક્સ મેળવી 99.98 PR મેળવનાર વિધિ પટેલને ડોક્ટર બનવું છે.

પાટણ શહેર માં A1 ગ્રેડ મેળવનાર લોડ ક્રિષ્ના સ્કૂલમાં ધો 10માં અભ્યાસ કરતી વિધિ પટેલ A1 ગ્રેડ મેળવી 600માંથી 582 માર્ક્સ મેળવી 99.98 PR મેળવ્યા છે. વિધિ પટેલ જણાવ્યું હતું કે, શિક્ષકોના માર્ગદર્શનથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો. કોઈ પણ ટ્યૂશન વગર આ માર્ક્સ શાળાના શિક્ષકોની મદદથી મેળવ્યા છે. તેમજ મારા માતાપિતાએ ખૂબ સપોર્ટ કર્યો હતો. હું એમબીબીએસ કરી ડોક્ટર બનવા માગું છું. વિધિ પટેલની માતા આશા બેન પટેલએ જણાવ્યું હતું કે, મારી દીકરીને ધો 11 સાયન્સમાં બી ગ્રુપ રાખી એને ડોક્ટર બનવું છે.

અન્ય સમાચારો પણ છે...