• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Video Of People Drinking Alcohol Openly In Radhanpur's Mehmedavad Village Goes Viral, Questions Against Police Performance

દારૂબંધીની પોલ ખોલતો વીડિયો:રાધનપુરના મહેમદાવાદ ગામમાં ખુલ્લેઆમ દારૂ પીતા શખ્સનો વીડિયો વાયરલ, પોલીસની કામગીરી સામે સવાલ

પાટણ3 દિવસ પહેલા
  • જિલ્લા પોલીસ વડાએ કહ્યું - અમે શખ્સની અટકાયત કરી લીધી છે

બરવાળાના રોજિંદ ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં અનેક માવતરોએ પોતાનો પુત્ર તો અનેક મહિલાઓ વિધવાઓ થઇ છે. જોકે, ત્યારબાદ પણ કેટલીક જગ્યાએ બેરોકટોક દારૂ વેચાઇ રહ્યો છે. જેનો પુરાવો સામે આવ્યો છે રાધનપુરના મહેમદાવાદ ગામમાંથી. આ ગામનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ રોડ ઉપર બેખોફ દારૂ પી રહ્યો છે.

એક શખ્સ ખુલ્લેઆમ દારૂ પી રહ્યો છે
રાજ્યમાં લઠ્ઠાકાંડ થતા દેશી દારૂની હાટડીયો ઉપર પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી રોજબે રોજ અનેક સ્થળો ઉપર દરોડા પાડી રહી છે. ત્યારે પાટણ પોલીસ સહિક સમગ્ર રાજ્યમાં દારૂબંધીના કડક પાલનનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હોવાની વચ્ચે શનિવારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે નવા ગામના રોડ ઉપર ખુલ્લેઆમ ત્રણ હાથમાં દેશી દારૂની કોથળી લઈને બેઠેલા કેટલાક શખ્સ જોવા મળ્યા હતા઼ તેમાંથી એક ઈસમ દેશી દારૂની કોથળી ખુલ્લેઆમ રસ્તા ઉપર ઉભા રહીને જપી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો જેને લઇને પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

પોલીસે દારૂડિયાને ઝડપી લીધો
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થાનિક પોલીસને સુચના આપવામાં આવતા સ્થાનિક પોલીસે તાત્કાલિક ઉપરોક્ત ગામે તપાસ કરી જાહેરમાં દારૂની મહેફિલ માણતા યુવાનને ઝડપી લેવામાં આવ્યો હોવાનું તેમજ ઉપરોક્ત યુવાન કઈ જગ્યાએથી દેશી દારૂની પોટલી લાવી પીતો હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હોવાનું જિલ્લા પોલીસ વડાએ ટેલિફોન પર વાત ચિત દરમિયાન જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...