ધરપકડ:ઈદના ઝુલૂસનો વીડિયો વાયરલ કરી ઉશ્કેરણી કરતા 2 ઝબ્બે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર ખાતેના ઈદ એ મિલાદના આ ઝુલુસમાં ઓડિટો બદલી એડિટીંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. - Divya Bhaskar
સાંતલપુર ખાતેના ઈદ એ મિલાદના આ ઝુલુસમાં ઓડિટો બદલી એડિટીંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.
  • સાતલપુરના સગીર ઈદે મિલાદ ઝુલૂસનો વીડિયો ઉતારી એડીટીંગ કરી રણલપુરના તેના મિત્રને આપતાં ઇન્સ્ટગ્રામથી વાયરલ કર્યો
  • હિન્દુ​​​​​​​ ધર્મની લાગણી દુભાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતાં બંને સામે સખ્ત કાર્યવાહી કરવા ઉઠેલી લોકમાંગ

પાટણ જિલ્લાના છેવાડે આવેલ સાંતલપુરમાં ઈદે મિલાદના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા કાઢવામાં આવેલા જુલુસનો વિડીયો બનાવી એડિટિંગ કરી હિન્દુ સમાજ સામે ઉશ્કેરણી જનક સૂત્રો ઉચ્ચારતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેને લઇને હિન્દુ સમાજની લાગણી દુભાતા સ્થાનિક પોલીસ દ્વારા બે મુસ્લિમ સગીર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવી છે. સાંતલપુર નગરમાં બુધવારે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા મોટું જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં લીલા ઝંડા લઈ જોડાયા હતા.

લોકોની આગળ યુટીલીટી જીપમાં ડીજે દ્વારા ધાર્મિક સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવાર નિમિત્તે કાઢવામાં આવેલા જુલુસનો વિડીયો બનાવી હિન્દુ સમાજ સામે ઉશ્કેરણીજનક સૂત્રો ઉચ્ચારતો વીડિયો એડીટીંગ કરી વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને લઈને હિન્દુ સમાજની લાગણી દુભાવવા બાબતે સાંતલપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ વીડિયો સાતલપુરના એક સગીરે પોતાના મોબાઈલથી ઉતારી એડીટીંગ કરી તેના મિત્ર રણમલપુરા, તા. સાતલપુરના સગીરને આપ્યો હતો. જેને પોતાના મોબાઈલથી ઇન્સ્ટગ્રામ આઈડી પર વાયરલ કર્યો હતો.

હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાય તેવો વીડિયો એડિટિંગ કરી હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાની કોશિશ કરવાના ઈરાદે વીડિયો એડીટીંગ કરી વાયરલ કરવા બદલ સાંતલપુર પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી બન્ને સગીરની અટકાયત કરી હતી.

જ્યારે બંનેને નોટિસ આપી મુક્ત કરાયા હતા. ઈદે મિલાદના તહેવાર નિમિતે નિકળેલ ધાર્મિક જુલુસનો વિડીયો ઉતારી હિન્દુ સમાજ સામે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરતો વીડિયો એડિટિંગ કરી વાયરલ થતા જિલ્લામાં હિન્દુ સંગઠનો રોષે ભરાયા હતા અને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો વાયરલ કરવાવાળા આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

વીડિયોમાં ગીત બદલી નાખ્યું હતું
સાંતલપુરમાં નીકળેલા ઈદ એ મિલાદના ઝુલુસના અસલ ઓડિયો બદલી નાખી તેમાં બાંગ્લાદેશના ઉચ્ચારણ સાથેનો ઓડિયો ઉમેરી વાયરલ કર્યો હતો. આ અંગે પીએસઆઈ એન.ડી. પરમારે જણાવ્યું હતું કે બંને આરોપી સગીર વયના એટલે કે એકની ઉંમર 15થી વધુ અને બીજો 16 વર્ષનો હોઈ અટક કરી તેના વાલીઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...