યોજના:મોબાઈલ પશુ દવાખાના યોજનાના ખાનગીકરણ સામે પશુચિકિત્સકોનો વિરોધ

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના ના ખાનગીકરણ સામે પશુચિકિત્સા અધિકારીઓ એ વિરોધ ઉઠાવ્યો છે અને આ ખાનગીકરણ અટકાવવા માટે પાટણ જિલ્લાના પશુચિકિત્સા અધિકારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરી 1 જૂનથી જીવીકે ઈએમઆર આઈ સંચાલિત થનાર યોજનામાં ન જોડાઈને વિરોધ કરશે તેવી ચીમકી આપી છે.  પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં  છેલ્લા પાંચ વર્ષથી દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના ચાલી રહી છે આ યોજનાનો અમલ 1જુન 2020 થી જીવીકેઇએમઆરઆઈ દ્વારા થવાનો છે ત્યારે આ યોજનાના ખાનગીકરણ સામે પશુચિકિત્સા અધિકારીઓએ વિરોધ ઉઠાવ્યો છે અને આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ડિ કે પારેખ અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ને યોજનાના ખાનગીકરણ અટકાવવા માટે પાટણ જિલ્લાના પશુચિકિત્સા અધિકારીઓએ લેખિત રજૂઆત કરી છે તેમણે જણાવ્યું છે કે લોકડાઉનની વિષમ પરિસ્થિતિમાં પણ પશુ ચિકિત્સા અધિકારીઓએ 1.25 લાખથી વધુ પશુઓની સારવાર કરી છે પશુચિકિત્સા અધિકારીઓએ ખંતપૂર્વક ફરજ બજાવવા છતાં સરકાર દ્વારા આ યોજનાનું ખાનગીકરણ કરવાના નિર્ણયથી પશુચિકિત્સા અધિકારી ઓ માં નિરાશાની લાગણી  છે.

અન્ય સમાચારો પણ છે...