આયોજન:વીર માયા સ્મારક સમિતિ ગુજરાત વણકર સમાજ પાટણ દ્વારા નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 80 વર્ષથી વધુ ઉંમરના આશરે 15થી 20 જેટલા વડીલોએ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યું

વીર માયા સ્મારક સમિતિ, ગુજરાત વણકર સમાજ પાટણ દ્વારા ગુજરાતભરના જિલ્લામાંથી સમાજને સમર્પિત કર્મશીલોને જોડી નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ માયા પાટણની ટેકરી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપના સમયથી જોડાયેલા 80 વર્ષથી વધુ ઉંમરના આશરે 15થી 20 જેટલા વડીલોએ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર ગોકલકર, મહામંત્રી ધીરજભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ એસસી મોરચાના ઉપાધ્યક્ષ અનીતા પરમાર અને મંત્રી નિલેશ આચાર્ય, કારોબારી સભ્ય ગીતાબેન સોલંકી, પાટણ જિલ્લા એસ.સી. મોરચાના પ્રમુખ વશરામભાઇ, મહેશભાઈ જાદવ, સાધનાબેન પરમાર, મહેસાણા જિલ્લા એસસી મોરચાના મહામંત્રી કૃણાલભાઈ સુતરીયા, ઇન્દ્રવદન ભાઈ પરમાર, દિવ્યાંગ રાઠોડ, બનાસકાંઠાના સામાજિક કાર્યકર પ્રકાશભાઈ ધારવા, કચ્છ એસસી મોરચાના મહામંત્રી પ્રાગજીભાઈ ડુંગરિયા જેવા અનેક સમાજ અગ્રણી સહિત બહોળી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...