પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઇ ગ્રામ સેન્ટરો પર વીસીઇ તરીકે સેવા આપી રહેલા કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની પડતર માંગણીઓને લઇ લાંબા સમયથી હડતાળ પર હોવાથી ગ્રામ્ય પ્રજા સરકારી કામકાજ માટે હાલાકી ભોગવી રહી છે. ત્યારે તાત્કાલીક વીસીઇને ફરજ પર હાજર કરવામાં આવે અથવા અન્ય કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે અંગે જિલ્લા પંચાયતના કોંગ્રેસના ડેલીગેટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામ્યકક્ષાએ સરકારી કામકાજ ઠપ થતા લોકોને હાલાકી
રાજ્ય સરકાર તરફથી મળતા વિવિધ યોજનાકીય લાભો ઉપરાંત અન્ય સરકારી કામકાજ માટે ગામડાઓના લોકોને ઇ ગ્રામ સેન્ટરો પરથી સેવાઓ મળી રહે છે. પરંતુ ઘણા લાંબા સમયથી ઇ ગ્રામ સેન્ટરો પર કામ કરતા વીસીઇ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે ગ્રામ્યકક્ષાએ થતું સરકારી કામકાજ ઠપ થઇ ગયુ છે. તેથી લોકોને હાલમાં ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. ત્યારે ઝડપથી ઇ ગ્રામમાં વીસીઇને ફરજ પર હાજર કરવામાં આવે અથવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે માટે પાટણ જિલ્લા પંચાયતના ડેલીગેટ મંજુલાબેન પ્રવિણ રાઠોડ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.