પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના ધોરણ 5થી 12 સુધીના બાળકોનો ત્રિદિવસીય સમર કેમ્પનો પાટણ તાલુકાના મણુદગામે ગઇકાલે પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે બાળકોને ગામનો પરિચય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. બાળકોએ આનંદમય રીતે દિવસ પસાર કર્યો હતો.
મણુંદ ગામે શરૂ થયેલા સમર કેમ્પના પ્રથમ દિવસે સવારે 9:00 કલાકે 192 બાળકોને સાથે લઈ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેમ્પમાં હાજર તમામ બાળકોનું ભારતીય સંસ્કૃતિ મુજબ તિલક,પુષ્પ કરી આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ખમલાઇ માતાની આરતી કરી કેમ્પનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રમુખ ભારતીબેને બાળકોને ત્રણ દિવસના શિડ્યુલની જાણકારી સાથે આ સમર કેમ્પનું શું મહત્વ છે તેની સમજ આપી હતી. ગામના વડીલ મોહનભાઈએ મણુદ ગામનો ઇતિહાસ અને ગામના ભૌગોલિક માહિતીથી બાળકોને પરિચિત કરાવવામાં આવ્યા હતા. બપોરના ભોજન વિરામ બાદ બાળકોને સ્થાનિક નૃત્ય શીખવવામાં આવ્યું હતું.
ત્યારબાદ ઉગમણી પાટીમાં આવેલ દૂધ પ્રોસેસિંગ કેન્દ્ર ના યુનિટની મુલાકાત કરાવવામાં આવી હતી, ગામની ઉત્તર ભાગોળે આવેલા માઢ, મહોલ્લા, પોળ,મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. સાંજે વ્યશન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ગામના ચોકમાં બાળકોને વ્યશનના નશાથી થતાં નુકશાનથી માહિતગાર કરવામાં આવ્યા હતા રાત્રે ઉગમણી પાટીમાં વસવાટ કરતા જુદા જુદા લોકોના ધેર બાળકો વહેંચાઈ પરિવાર પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું.
રાત્રે ખમલાઈ માતાના મંદિરમાં લોક વિજ્ઞાન કેન્દ્રના મદદથી બાળકોને અવકાશીય ગ્રહો,ઉપગ્રહો તારાઓ, નક્ષત્રો, તારાજથોની સમાજ ટેલિસ્કોપના મદદથી આપવામાં આવી હતી. બાળકો એ સમગ્ર દિવસ દરમિયાન મણુદ ગામની વિરાસત ને ખૂબ નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.