• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Varana Khodiyar Mata Mandir, Siddhapur Aradeshwar Mahadev Mandir, Bala Bahuchar Mata Mandir Will Be Developed As Tourist Destinations.

નિર્ણય:વરાણા ખોડીયાર માતા મંદિર, સિદ્ધપુર અરડેશ્વર મહાદેવ મંદિર, બાળા બહુચર માતા મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકાસાવાશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો, અન્ય 5 મંદિરો માટે દરખાસ્ત મોકલવા સૂચના

પાટણ જિલ્લાના ત્રણ ધાર્મિક સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પ્રવાસન સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ખોડીયાર માતા મંદિર વરાણા સિદ્ધપુર અરડેશ્વર મહાદેવ મંદિર અને બાળા બહુચર માતા મંદિર પાટણનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે.

પાટણ ખાતે મળેલી પ્રવાસન સમિતિની બેઠકમાં બાળા બહુચર માતા મંદિર પાટણને પ્રવાસન સ્થળ તરીકે રૂ.ત્રણ કરોડના ખર્ચે વિકસાવવાનો નિર્ણય કર્યો હતો જેમાં મંદિર રિનોવેશન સહિતની વિવિધ કામગીરી કરાશે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ વરાણા ખોડીયાર માતા મંદિરનો પણ વિકાસ કરવામાં આવશે જેમાં મંદિર સંકુલ અને તેની પાછળના ભાગે આવેલા તળાવના બ્યુટીફિકેશન સહિતની કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હજુ તેના એસ્ટીમેન્ટ તૈયાર થયા નથી આ ઉપરાંત સિદ્ધપુર અરડવેશ્વર મહાદેવ મંદિરનો પણ વિકાસ કરવામાં આવશે તેના એસ્ટીમેન્ટ પણ હજુ તૈયાર થયા નથી. પ્રવાસન સમિતિએ આ ત્રણે મંદિરોના વિકાસ માટે મંજૂરી આપી છે એસ્ટીમેન્ટ સહિતની કામગીરી પૂર્ણ કરી સરકારમાં દરખાસ્ત કરાશે.

ઉપરાંત ભદ્રકાળી માતા મંદિર પાટણ વીર મેઘમાયા સ્મારક ભવન પાટણ દૂધેશ્વર મહાદેવ મંદિર અડિયા અને જાડેશ્વર મહાદેવ મંદિર પાલડી તેમજ ભૂતેશ્વર મહાદેવ મંદિર ભૂતિયા વાસણા સહિતના મંદિરોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે સરકારમાં દરખાસ્ત કરેલી છે ત્યારે પ્રવાસન સમિતિની બેઠકમાં કલેક્ટરે તે કામગીરીની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અન્ય કોઈ મંદિરોના વિકાસ માટે મામલતદાર કક્ષાએ રજૂઆતો મળી હોય તો ઝડપથી દરખાસ્ત મોકલવા માટે સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...