તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વારાહીનો પરિવાર રક્ષાબંધન ઊજવવા હમીરપુરા જતાં 72000ની મત્તા ચોરાઈ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિજોરીમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી
  • ઘરે પરત આવેલા મલિકાને ઘરમાં ચોરીનું જણાતાં ફરિયાદ નોંધાવી

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે બંધ મકાનને તસ્કરોઅે નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 72000ની મત્તાની ચોરીને અંજામ અાપ્યો હતો. અા અંગે મકાન માલિકે વારાહી પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. વારાહીનો પરિવાર હમીરપુર રક્ષાબંધનનો પર્વ ઉજવવા જતાં ઘરમાં ચોરી થતાં પોલીૂસે તપાસ હાથ ધરી છે.

સાંતલપુર તાલુકાના વારાહીના પંચાલ વાસમાં રહેતા પ્રવિણભાઇ અમરતભાઇ નાયી રક્ષાબંધનનો તહેવાર હોઈ રવિવારે ઘરના દરવાજાને તાળું મારી વતન હમીરપુરા ખાતે ગયા હતા. જે મંગળવારે હમીરપુરા ગામેથી વારાહી ખાતે ઘરે અાવીને જોયું તો તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને તિજોરી ખુલ્લી હતી.

તિજોરીમાં તપાસ કરતાં તેમાં રહેલા સોના અને ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી થયેલી જણાઈ હતી. તેમજ તિજોરીમાં રહેલી વસ્તુઓ વેરણ છેરણ જોવા મળી હતી. જેથી પ્રવિણભાઈ નાયીએ તિજોરીમાં જોતાં ચોરી થઇ હોવાનું જણાતાં ઘર માલિકે વારાહી પોલીસ મથકે સોના ચાદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 72000ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વારાહી પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરી છે.

ચોરી થયેલી વસ્તુઓ

  • કાનમા પહેરવાની સોનાની બુટ્ટી-બે (કિ.રૂ.10000)
  • ચાંદીની ઝાંઝરી 100 ગ્રામ (કિ.રૂ. 7000)
  • સોનાની ચેઈન પેન્ડલ સાથે (કિ.રૂ. 20000)
  • રોકડ રૂ.35000
અન્ય સમાચારો પણ છે...