તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ મોત:વેક્સિન લીધાના ચોથા દિવસે વારાહીના આરોગ્યકર્મીનું ઊલટી થયા બાદ મોત

વારાહીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકારત્મક તસવીર.
 • વારાહી સીએચસીમાં મૃતકનું પીએમ કર્યું, FSLના નમૂના મોકલ્યા

વારાહીના વતની અને દહેગામડા ગામે પુરુષ આરોગ્ય કાર્યકર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય નીરવકુમાર પ્રજાપતિએ 4 દિવસ અગાઉ તારીખ 29 1 2021ના રોજ કોરોના વેકિસનના લીધી હતી. તેનું સોમવારે ઊલટી થયા બાદ મોત નીપજતાં કોરોના વેક્સિન બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નીરવકુમાર પ્રજાપતિની સોમવારના રોજ તબિયત સારી ન હોવાથી ઓફિસે જવાનું બંધ રાખ્યું હતું. આ પછી તેને ઊલટી થવા લાગી હતી. તેમને રાધનપુર ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જતાં રસ્તામાં 03:00 કલાકે શંકાસ્પદ મોત થતાં તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો.

પરંતુ ચાર દિવસ પહેલાં વેક્સિન લીધેલી હોવાથી ખોટો મેસેજ ના જાય અને લોકોમાં ડર પેદા ન થાય એ માટે પીએમ કરાવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવતા મૃતકનું પી.એમ. વારાહી સીએચસી ખાતે કરવામાં આવ્યું હતું અને તેના નમૂના એફ.એસ.એલ. માટે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા છે. પીએમ કરનાર ડોક્ટર જયેશ પંચાલના જણાવ્યા મુજબ, અમે નમૂના લઇને ધારપુર અને અમદાવાદ ખાતે એફ.એસ.એલ.માં મોકલ્યા છે. રિપોર્ટ આવે પછી ખબર પડશે કે હકીકત શું હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો