તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:આજે નવો સ્ટોક નહીં આવે તો રસી કેન્દ્રો બંધ રહે તેવી સ્થિતિ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણના બગવાડા દરવાજા ખાતે સ્પોટ વેક્સિન કેન્દ્રમાં લોકોએ વેક્સિન લીધી - Divya Bhaskar
પાટણના બગવાડા દરવાજા ખાતે સ્પોટ વેક્સિન કેન્દ્રમાં લોકોએ વેક્સિન લીધી
  • પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી રસીનો સપ્લાય ઓછો મળતો હોવાથી રસીકરણ ઘટીને 50 ટકા થઈગયું
  • શરૂઆત માં 129 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરાયું હતું પરંતુ રસીના અભાવે કેન્દ્રો ઘટાડીને 116 કેન્દ્રો પર જ રસીકરણ થયું

કોરોનાની ત્રીજી લહેરથી લોકોને સુરક્ષિત રાખવા માટે સરકારે વેક્સિન મહાઅભિયાન શરૂ કર્યું છે. પરંતુ છેલ્લા બે દિવસથી જિલ્લામાં રસીનો સ્ટોક ઓછો મળી રહ્યો છે જેના કારણે તંત્રને રસીકરણ કેન્દ્રો ઘટાડવાની ફરજ પડી છે. અને રસીકરણ પણ ઘટ્યું છે. મહા અભિયાનની શરૂઆત થઈ ત્યારે દરરોજ 8000 થી 10000 લોકોને રસી આપવામાં આવતી હતી. તેના બદલે બે દિવસથી માત્ર 4000 જેટલા લોકોને જ રસી મળી રહી છે. 50 ટકા જેટલું રસીકરણ ઘટી ગયું છે.

રસીકરણ વધે તે માટે પાટણ શહેરમાં બગવાડા દરવાજા, વિ કે ભુલા અને આનંદ સરોવર સ્પોટ વેક્સિન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.પરંતુ રસીનો જથ્થો પૂરતો ન હોવાથી પ્રથમ ગ્રાહે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઇ છે. આનંદ સરોવર પાસે સ્પોટ વેક્સિન કેન્દ્ર બંધ રાખવું પડ્યું હતું. પાટણ શહેર અને તાલુકામાં દરરોજ 2000 ડોઝ આપવામાં આવે છે. તેના બદલે સોમવારે માત્ર 800 ડોઝ આપવામાં આવ્યા હતા જિલ્લામાં 13000 થી 15000 લોકોને આપી શકાય તેટલા ડોઝની માંગણી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા બે દિવસથી માંગણી પ્રમાણે પૂરતો જથ્થો આવતો નથી.

26 જુને વેક્સિન કેન્દ્રો પર 9010 ડોઝ આપવામાં આવ્યા હતા 27 જુને ઘટાડી 4520 ડોઝ આપવામાં આવ્યા હતા અને સોમવારે માત્ર 4150 ડોઝ આપવામાં આવ્યા હતા. સાંજે 5:00 સુધી 4133 લોકોએ રસી લીધી હતી. રસીનો તમામ સ્ટોક ફિલ્ડમાં આપી દેવામાં આવ્યો હતો અને મોટા ભાગે તમામ સ્ટોક વપરાઈ ગયો છે હવે રસીનો નવો સ્ટોક ના આવે તો મંગળવારે રસી કેન્દ્રો બંધ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વેક્સિન મહાઅભિયાનની શરૂઆત માં 129 જેટલા કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ રસી ના અભાવે કેન્દ્રો ઘટાડી સોમવારે 116 કેન્દ્રો પર જ રસીકરણ થયું હતું.

જેના કારણે પાટણ જિલ્લામાં મહાઅભિયાનમાં પણ વેક્સિનેશન ની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર જે પ્રમાણે રસીનો જથ્થો મળે તે પ્રમાણે ફિલ્ડમાં આપવામાં આવે છે. શનિવારે 9010 ડોઝ ફિલ્ડમાં આપવામાં આવ્યા હતા સોમવારે 4150 ડોઝ જ આપવામાં આવ્યા છે. તાલુકા હેલ્થ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે રસીનો જથ્થો ઓછો આવ્યો હોવાથી આનંદ સરોવર સ્પોટ રસી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું ન હતું.

18 વર્ષથી મોટી ઉંમરના 2657 લોકોએ રસી લીધી
સોમવારે પાટણ જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉંમરના 2657 અને 45 વર્ષથી મોટી ઉંમરના1460 લોકોએ રસી લીધી હતી જ્યારે 16 ફ્રન્ટલાઈન વર્કરો એ રસી લીધી હતી.

બીજો સ્ટોક આવી જશે
જિલ્લા આરોગ્ય તંત્રના ડો અક્ષય પ્રજાપતિ એ જણાવ્યું હતું કે સોમવારે રસીનો તમામ સ્ટોક ફિલ્ડમાં આપી દેવામાં આવ્યો છે. એટલે સોમવારે રાત્રે અથવા મંગળવારે સવારે રાજ્યકક્ષાએથી બીજો સ્ટોક આવી જશે.

અન્ય સમાચારો પણ છે...