તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Vaccination Of People Above 18 Years Of Age Started From Today At 25 Centers In Patan District And Four Centers In The City

પ્રથમ ડોઝ:પાટણ જિલ્લાના 25 અને શહેરમાં ચાર સેન્ટર પર આજથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનું શરૂ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલેથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થતા વેક્સિન સેન્ટર પર લાઇનો લાગી - Divya Bhaskar
પહેલેથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થતા વેક્સિન સેન્ટર પર લાઇનો લાગી
  • યુવાધનને રસી મૂકવાનું શરૂ કરાતા જ સેન્ટરો પર લાઈન લાગી
  • દરેક સેન્ટર પર અંદાજીત 200ની સંખ્યામાં લાભાર્થી યુવાઓને શરુઆત કરી

આજથી ગુજરાતમાં 38 જિલ્લામાં અને શહેરમાં 18 વર્ષથી ઉપરના યુવકોને પણ કોરોના સામે રક્ષણ માટે વેક્સિન રસી આપવાની શરૂઆત થઈ છે. ત્યારે પાટણ શહેરમાં પણ મોટી સંખ્યામાં યુવકોએ રસી મૂકાવવામાં ઉત્સાહ દાખવ્યો છે. વહેલી સવારથી જ યુવકો વેક્સિનેશન સેન્ટર બહાર લાઈન સ્વરૂપે ગોઠવાઈ ગયા હતાં.

રસીકરણ સેન્ટર
રસીકરણ સેન્ટર

અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા નિયત સમય અગાઉ આવેલા યુવકોએ રસી મૂકાવીને કહ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે તેઓ આગળ આવ્યા છે. તથા રસીના કારણે કોઈ સાઈડ ઈફેક્ટ ન થતી હોવાની વાત પણ યુવકોએ વધુમાં કરી હતી.

રસીકરણ સેન્ટર
રસીકરણ સેન્ટર

પાટણ જિલ્લાના 25 સેન્ટર પર અને શહેરમાં ચાર સેન્ટર પર આજથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવી રહી છે. શહેરમાં શિશુ મંદિર સ્કૂલ, સિવિલ હોસ્પિટલ, રેડક્રોસ ભવન અને ટી.બી હોસ્પિટલ સહિત જિલ્લાના તમામ 25 સેન્ટર ઉપર રસીકરણ કેન્દ્રો પર પહેલેથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થતા પ્રત્યેક કેન્દ્ર પર અંદાજીત 200ની સંખ્યામાં લાભાર્થી યુવાઓને રસી આપવાની શરુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...