તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:પાટણ જિલ્લાના 5 ગામોમાં 45 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોનું રસીકરણ પૂર્ણ, તંત્ર અને જનપ્રતિનિધિઓની મહેનત રંગ લાવી

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અંગે જાગૃતિ વધતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી લેવામાં જિલ્લાના નાગરિકો અનેરો ઉત્સાહ દાખવી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના મહત્તમ રસીકરણના પ્રયાસો અને જનજાગૃતિના પરિણામે જિલ્લાના ચાણસ્મા અને પાટણ તાલુકાના પાંચ જેટલા ગામોમાં રસીકરણની 100 ટકા કામગીરી થવા પામી છે.

પાટણ જિલ્લાના નાગરિકોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશન સહિતની સુચનાઓના અમલ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાયરસના સંક્રમણને અટકાવવા લેવામાં આવેલા પગલાઓના પરીણામે કોરોના વાયરસની બીજી લહેરનો જિલ્લામાં અંત આવ્યો છે. સાથે જ આરોગ્ય વિભાગના સંકલનમાં રહી તંત્રના વિભાગો, જનપ્રતિનિધિઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ કરેલી જનજાગૃતિની કામગીરીના કારણે જિલ્લાના નાગરિકોએ રસીકરણ માટે ઉત્સાહ દર્શાવ્યો છે.

રસીકરણની કામગીરી પર નજર કરીએ તો ચાણસ્મા તાલુકાના વસઈપુરા અને મુલથાણિયા તથા પાટણ તાલુકાના માતપુર, ખિમિયાણા અને સુજનીપુર ગામોમાં 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 100 ટકા લોકોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. પાટણ તાલુકાના કુણઘેર અને હાજીપુર ખાતે અનુક્રમે 90.5 અને 96.1 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.તો રૂની અને મોટા રામણદા ખાતે રસીકરણની અનુક્રમે 67.3 અને 77.1 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે સરસ્વતી તાલુકાના રેચવી ખાતે 82.5 ટકા લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...