તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વેક્સિનના 13000 ડોઝની માંગ સામે 5550 ડોઝ મળતાં રસીકરણ ઘટ્યું

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય કક્ષાએથી રસીનો જથ્થો મર્યાદિત મળતો હોવાથી પાટણ જિલ્લામાં રસીકરણ વધવાને બદલે ઘટી રહ્યું છે. મંગળવારે જિલ્લામા માત્ર 5338 લોકોનું જ રસીકરણ કરવામાં આવ્યું હતું.

રસીનો જથ્થો મર્યાદિત આવતો હોવાના કારણે તંત્ર માંગણી પ્રમાણે લોકોને રસી આપવામાં પહોંચી વળતું નથી પાટણ જિલ્લાને મંગળવારે માત્ર 5500 ડોઝ મળ્યા હતા જેના કારણે રસીકરણ કેન્દ્રો પણ ઘટાડવા પડ્યા હતા. 130ના બદલે માત્ર 107 કેન્દ્રો પર વેક્સિનેશન કર્યું હતુ. સમગ્ર જિલ્લામાંથી માત્ર 5338 લોકોને જ વેક્સિન આપી હતી. જેમાં ચાણસ્મા તાલુકામાં 654, હારિજમાં 297, પાટણમાં 1302, રાધનપુરમાં 373, સમીમાં 297, સાંતલપુરમાં 399, સરસ્વતીમાં 668 શંખેશ્વરમાં 265, સિદ્ધપુરમાં 1083 લોકોને રસી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...