તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા તૂટશે:પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના નિધનના 143 વર્ષ બાદ સિદ્ધપુરમાં પ્રથમવાર ઉત્તરાયણે પતંગ ઊડશે

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાં પતંગ દોરીની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. - Divya Bhaskar
સિદ્ધપુરમાં પતંગ દોરીની ખરીદી માટે ભીડ જોવા મળી હતી.
  • સિદ્ધરાજ જયસિંહના અકાળે નિધનથી ધાર્મિક નગરી સિદ્ધપુર વાસીઓએ ઉત્તરાયણે પતંગ ન ઉડાડી શોક પાળતા હતા
  • દશેરાએ પતંગ ઉડાડવાની પ્રથા છે

સિદ્ધરાજ જયસિંહના નિધનના શોકથી સિદ્ધપુરમાં ઉત્તરાયણ પર્વ ઉજવણી બંધ રખાઈ હતી. જો કે ચાલુ સાલે સિદ્ધપુરના સ્વૈચ્છિક સંગઠનોએ ઉત્તરાયણે સિદ્ધપુરમાં પતંગ ઉડે તે માટે પ્રયાસો કરતાં આ વર્ષે 143 વર્ષ બાદ પહેલીવાર ઉત્તરાયણે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું જોવા મળશે.

વર્ષ 1878માં ઉત્તરાયણના દિવસે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનું અકાળે નિધન થયું હતું. જેમના શોકમાં ઉત્તરાયણના દિવસે સિદ્ધપુર વાસીઓએ પતંગ ઉડાડવાનું બંધ કર્યું હતું અને દશેરાના દિવસે પતંગ ઉડતા હતા. સિદ્ધપુરમાં ઉતરાયણને લઈને વિવિધ સ્વૈચ્છિક સંગઠનો તેમજ ગ્રુપો દ્વારા સિદ્ધપુરમાં ઉત્તરાયણને દિવસે સિદ્ધપુરના આકાશમાં પતંગ ચગે તે માટેના પ્રયત્નો રંગ લાવતા સિદ્ધપુરમાં પતંગ દોરીની દુકાનોમાં ઉતરાયણના આગળના દિવસે ઘરાકી ખુલતા છેલ્લા દિવસે પતંગ દોરીની ખરીદી માટે આખો દિવસ ભીડ જોવા મળી હતી.

પતંગના વેપારી રઉફભાઈના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 30થી 40 ટકા જેટલો વધારો થવાથી પતંગ દોરીના ભાવ વધારે હતા. જે ગત વર્ષે કોડી પતંગનો 80 રૂપિયા ભાવ હતો. તે આ વર્ષે 120 રૂપિયા થતાં પતંગ રસિકો ને 40 રૂપિયા જેટલો વધારો ચૂકવવો પડયો હતો.

હિતરક્ષક ગ્રુપના રાજુભાઈ રાવલના જણાવ્યા પ્રમાણે તેમના ગ્રુપ દ્વારા આ વર્ષે પતંગો 10,000 અને તૈયાર દોરીની ફીરકી નંગ 1000 વેચવાનું લક્ષ્ય રાખ્યું હતું. જેમાં તેઓએ ચાર દિવસ પહેલાથી પતંગોની વહેંચણી ચાલુ કરી હતી. બુધવારે બીજા 4009 પતંગો સિધ્ધપુર અને પાટણ પ્રેસ ક્લબના સહયોગથી બનાવાયા છે. આ પતંગોની સિધ્ધપુરના જુદા જુદા વિસ્તારોમાં વહેંચણી કરવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ 10 પતંગો અને એક ફિરકી આપવામાં આવશે.

સિદ્ધરાજ જયસિંહના શોકમાં પતંગ ઉડતા ન હતા
સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ અવિનાશભાઈ ઠાકરના જણાવ્યા પ્રમાણે ઉતરાયણના દિવસે પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહનું અવસાન થયેલ હોઈ તે સમયથી સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી. તેના સ્થાને દશેરાના દિવસે શક્તિ પર્વ નવરાત્રી પછી હર્ષોલ્લાસ સાથે પતંગ ચગાવાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser