UGVCLનો આદેશ:ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાટણ શોપિંગ સેન્ટરના વેપારીઓને સાત દિવસમાં જ મીટર રિડીંગની વ્યવસ્થા કરવા આદેશ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાટણ શહેરના શોપિંગ સેન્ટર અને કોમ્પલેક્ષના દુકાનદારોની મીટરની જગ્યા છે તે જગ્યાએ રીડિંગ કરવા પડતી મુશ્કેલીને લઈ ઓફિસ દ્વારા અત્રેના તમામ શોપિંગ સેન્ટરના બિલ્ડર વ્યાપારીઓને આદેશ જારી કરી સાત દિવસની અંદર વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું છે. પાટણમાં આવેલ શોપિંગ સેન્ટરમાં જે વીજ કનેક્શન લીધા છે તે વીજ કનેક્શનના મીટર બોર્ડની જગ્યાએ ગંદકી તેમજ સ્વચ્છતાનો અભાવ અને લઘુ શંકા તેમજ કેટલાક વિકૃત લોકો દ્વારા શૌચાલય ઉપયોગ કરતા હોય વીજ કંપનીના કર્મચારીઓ જ્યારે મીટર રીડિંગ કરવા જાય છે ત્યારે તેમને આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.જેથી મીટરની જગ્યા સ્વચ્છતા અને સરળતાથી રીડિંગ થાય તે જવાબદારી નિભાવવાની વેપારીઓને માથે છે ત્યારે વીજ કંપનીએ નોટિસ કરી સાત દિવસમાં મીટરની જગ્યાએ યોગ્ય કરવા જણાવેલ છે. ઉપરાત શોપિંગ સેન્ટર કોમ્પલેક્ષમાં હેર મીટર ની બાજુમાં બિલ બંધ બોક્સ બનાવવા અથવા કોઈ એક દુકાન પર બિલ આપી શકાય તેવી​​​​​​​ વ્યવસ્થા કરવા પણ આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...