કામગીરી:પાટણ શહેરમાં 700 જેટલા ખાડાઓમાં દિવાળી પહેલાં પેચવર્ક કરી દેવા તાકીદ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની બેઠક મળી
  • નાણાપંચની ગ્રાન્ટ પાલિકા પાસે બેલેન્સ છે તેમાંથી કામ કરવામાં આવશે

પાટણ શહેરી વિસ્તારમાં તાજેતરના ચોમાસાના વરસાદના કારણે રોડ તુટી જવા તેમજ અન્ય સંજોગોમાં આંતરિક માર્ગો પર થયેલા નુકસાનમાં પેચ વર્ક કરવાની કામગીરી કરવાની છે. જેના માટે બુધવારે પાલિકાના ચીફ ઓફિસર તેમજ સત્તાધારી પક્ષના નેતા કારોબારી અધ્યક્ષ વચ્ચે વિચારણા હાથ ધરાઈ હતી. યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દિવાળી પહેલા ખાડાઓમાં પેચ વર્ક કામગીરી પૂરી કરી દેવાય તે દિશામાં વિચારવામાં આવી રહ્યું છે.

પાટણમાં મોટાભાગના વિસ્તારોમાં જાહેર અને શેરી માર્ગો ઉપર વરસાદના કારણે નુકસાન થયું હતું અને હજુ હમણાં સુધી વરસાદ ચાલુ રહ્યો હોવાથી ટેન્ડર પ્રક્રિયા થઇ ન હતી નગરપાલિકા દ્વારા તૂટેલા રસ્તાની ગ્રાન્ટ માટે દરખાસ્ત કરાઈ નથી કારણ કે નાણાપંચની ગ્રાન્ટ પાલિકા પાસે બેલેન્સ છે તેમાંથી કામ કરવાનું હોવાથી હવે વરસાદ બંધ થતાં પાલિકા દ્વારા તડામાર તૈયારી હાથ ધરાઈ છે પરંતુ દિવાળી પહેલા કામ થઈ શકશે કે કેમ તે અંગે અવઢવ જેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

બુધવારે ચીફ ઓફિસર દ્વારા શાખાના એન્જિનિયર તેમજ તજજ્ઞો સાથે ઝડપી કામગીરી શરુ કરવા અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી જેમાં લોકોની સુખાકારી માટે દિવાળી પહેલા કામગીરી થઈ જાય તો સારો એવો મત વ્યક્તકરાયો હતો. લોકોની તકલીફ દૂર થાય તે માટે રસ્તાની મરામત જેવા કામો કરાવવા માટે મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર કચેરી તરફથી પણ લીલી ઝંડી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...