તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:પાટણની હોસ્પિટલોમાં ફાયર સુવિધાઓ અંગે સેડિકલેરેશન સર્ટી રજુ કરવા તાકિદ કરાઈ

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમે જેટલી ઝડપે દર્દીઓને સાજા કરી ડિસ્ચાર્જ કરો છો એટલી ઝડપે અમે તમારી અરજીઓનો નિકાલ કરીશુંઃ ચીફ ઓફીસર
  • નગરપાલિકાના સી.ઓ.એ 55 તબીબોની બેઠક બોલાવી માપદંડ પ્રમાણેની હોસ્પિટલોને એનઓસી મેળવી લેવા જણાવ્યુ

પાટણ શહેરની તમામ હોસ્પિટલોને સમયમર્યાદામાં ફાયર એન.ઓ.સી. તાકીદ પાટણનગરપાલિકાનાં ફાયરવિભાગ દ્વારા કરવામાં આવી છે અને સરકારના નીતિ નિયમની સમજણ અને સુચના આપવા માટે આજે પાટણ નગરપાલિકા ખાતે પાટણ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન ( આઇએમએ ) નાં 55 જેટલા તબીબો ( ડોકટરો )ની તાકિદની બેઠક પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસરે બોલાવી હતી.

આ બેઠક ચીફ ઓફીસર પાંચાભાઈ માળી , આઈએમએનાં પ્રમુખ હેમિશભાઇ મોદી , ડૉ. અતુલ અગ્રવાલ, ડૉ . મોનિશભાઇ શાહ , ડૉ . બાબુભાઈ પટેલ, ડૉ . વસંતભાઇ પટેલ, ડૉ . અરવિંદભાઈ પટેલ, ડૉ . અંબાલાલ પટેલ સહિત પાટણ નગરપાલિકાનાં સર્વે અને એસ્ટેટ શાખાનાં સર્જિતભાઈ જાદવ , દિનેશભાઈ પટેલ હર્ષિલભાઇ પટેલ તથા પાટણ નગરપાલિકાનાં ફાયર વિભાગનાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર કુલદિપભાઇ પટેલ ( હાલ વિજાપુર નગરપાલિકા ) ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે ચીફ ઓફીસરે તબીબોને જાણકારી આપી હતી કે, તેઓએ સોમવાર સુધીમાં તેમના દવાખાના અને હોસ્પિટલની ફાયરની એન.ઓ.સી. લઇ લેવા માટેની અરજી કરવી ફરજિયાત છે. તેમણે જણાવ્યું કે, પાટણ આજે યોજાયેલી બેઠકમાં 55 તબીબો ઉપસ્થિત રહ્યા હતા . તેઓને અમે જે જાણકારી આપી હતી કે, ફાયરની એન.ઓ.સી. મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

ચીફ ઓફીસરે તબીબોને હળવા ટોનમાં તબીબોને એમ પણ જણાવ્યું કે, તમે જેટલી ઝડપથી પેશન્ટોને ડિસ્ચાર્જ કરો છો એટલી ઝડપથી અમે તમારી ફાયર એન.ઓ.સી.ની અરજીઓનો નિકાલ કરીશું તેવી ખાત્રી આપી હતી . પાટણનાં તમામ તબીબો માટે અમને સન્માન છે. આ બેઠકમાં તબીબો તરફથી રજુઆત કરાઈ હતી કે, તબીબોએ ફાયર એન.ઓ.સી. માટે પાંચ પાંચ વર્ષથી અરજીઓ કરી છે, પરંતુ પાટણ નગરપાલિકામાં ફાયર ઓફિસરની નિયુક્તિ થયેલી ન હોવાથી તેનો નિકાલ થતો નથીને અરજીઓ ટલ્લે ચઢી રહી છે.

આ બેઠકમાં જે સુચનાઓ અપાઇ હતી તેમાં પાટણની હોસ્પિટલ 9 મીટર કરતાં ઓછી ઊંચાઇ ધરાવતી હોય અને તેનો બિલ્ટ-અપ એરીયા 500 ચો.મી. કરતાં ઓછો હોય તે ( બંને બાબતો લાગુ પડતી હોય તો ) જરુરી ફાયર એસ્ટેગ્યુલર લગાવી તેમની હોસ્પિટલનો નકશો માન્ય એજીનીયરના સહીસિક્કા દીવાલ સાથે તથા માલિકી પુરાવા તથા ફાયર બાબતેની જરૂરી ફાયર સુવિધા હોસ્પિટલમાં રૂપે છે તે બાબતેનું સેલ્ફ એફીડેવીટ કરેલ સર્ટીફીકેટ નગરપાલિકામાં રજુ કરવું. તેમની હોસ્પિટલ 9 મીટર કરતા વધુ ઉંચાઇએ આવેલ હોય તો (અર્થાત નીચેના ભાગે અન્ય બિલ્ડીંગ હોય તેવા કિસ્સામાં ) નગરપાલિકામાંથી નિયમ મુજબ ફાયર એનઓસી મેળવવા સારુ તાકીદે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું .

આ બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના તમામ ફ્લોરનો કુલ બિલ્ટઅપ એરીયા 500 ચો.મી. કરતાં વધારે હોય તો નગરપાલિકા નિયમ મુજબ ફાયર એનઓસી મેળવવા માટે તાકીદે કાર્યવાહી કરવી. આ ઉપરાંત હોસ્પિટલ બિલ્ડીંગ ટોટલ 9 મીટર ઉપરની ઉંચાઇ ધરાવતું હોય તબીબોએ નગરપાલિકામાં નિયમ મુજબ ફાયર એનઓસી મેળવવા માટે તાકીદે કાર્યવાહી કરવી .

ઉપરોક્ત દર્શાવેલ કોઈપણ કિસ્સામાં જો હોસ્પિટલનો સમાવેશ થતો હોય તો તાત્કાલિક અસરથી આ પત્ર મળેથી દિન 5માં ફાયર એનઓસી મેળવવા કે સેલ્ફ એફીડેવીટ કરેલ સર્ટીફીકેટ લગતની કાર્યવાહી કરવા તાત્કાલિક સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...