તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:મનરેગા યોજનામાં લક્ષાંંક પ્રમાણે કામગીરી ઓછી હોઈ ઝડપથી કામો શરૂ કરવા તાકીદ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીની જિલ્લાના ટીડીઓ સાથે પ્રથમ બેઠક
  • સંવેદનશીલતા, પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતા સાથે વહીવટ કરવા સૂચના

પાટણ જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે પ્રથમ બેઠક કરી હતી. જેમાં પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ સરકારી યોજનાની કામગીરીની તાલુકા વિકાસ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં 15મું નાણાપંચ, માદરેવતન યોજના, પંચવટી યોજના, ગ્રામ પંચાયત દબાણ વેરા વસુલાત, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ, ઉચ્ચતર પગાર ધોરણની પડતર દરખાસ્તો અને પી.જી પોર્ટલ પડતર અરજીઓની કામગીરી ની સમીક્ષા કરી હતી.આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશીએ દરેક ગામોમાં મનરેગા યોજનાના વધુમાં વધુ કામો શરૂ કરી વધુમાં વધુ લોકોને રોજગારી પૂરી પાડવા માટે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...