તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુસ્તિકાનું અનાવરણ:પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કોવીડ-19 પુસ્તિકાનું અનાવરણ

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સીનીયર સીટીઝન આરોગ્ય અને કોવીડ-19 પુસ્તિકા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.કેળવણી મંડળ-પાટણના પ્રમુખ બળવંતભાઈ, થરાના અણદાભાઈ પટેલ, ગાંધીનગરના હરિભાઈ શેઠ તેમજ દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભૂરીયા, મંત્રી હરેશભાઈ અને એલ.એમ.ના હસ્તે કોવીડ-19 પુસ્તિકાનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે ડૉ.પંચોલીએ કોવિડ-19થી બચવા શું કરવું જોઈએ ? તેના વિષે ઊંડાણથી સીનીયર સીટીઝનો સમક્ષ ચર્ચા કરી હતી. તેમજ કોવીડ-19 માંદગીમાંથી મુક્ત થયા પછી આપણે કેવી રીતે રહેવું જોઈએ તેની પણ માહિતી આપી હતી. મહેમાનો અને સીનીયર સિટીઝનોનું કો-ઓર્ડીનેટર વણવીરભાઈએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. અને ટ્રાયલ રસી અને રસી વિષે સૌને માહિતગાર કર્યા હતા. મોડર્ના અને ફાઈઝરની રસી અત્યારે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચુકી છે અને મેં-2021 સુધીમાં ચારથી પાંચ રસી બજારમાં આવી જશે, તેની ચર્ચા કરી હતી. જેથી રસી આવે ત્યાં સુધી અને ત્યાર બાદ પણ સ્વાસ્થ અંગે સાવચેતી રાખવી તે અંગે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયન્સ કોમ્યુનિકેટર નિકુલભાઈ એ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...