• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Unsuccessful Students Of Homoeopathic College Affiliated To Hemchandracharya University, Patan Submitted Application Form With Demand For Rechecking Of Question Paper.

રજૂઆત:પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથીક કોલેજનાં નાપાસ વિધાર્થીઓએ પ્રશ્ન પત્રનાં રિચેકીંગની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાર્થીઓ દ્વારા પોતાનું વર્ષ બગડે નહીં તે માટે વિધાર્થી હિતમાં પ્રશ્નપત્રનું રિચેકીંગ કરવા માંગ કરાઇ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેટલીક હોમીયોપેથીક કોલેજનાં કેટલાક વિદ્યાર્થીઓ એનેટોમીના પ્રથમ પેપરમાં નાપાસ થયાં હોવાની બાબતને લઈને ગુરૂવારના રોજ પોતાના પ્રશ્નપત્રોના રીચેકીંગની માંગ સાથે કુલપતિના પી.એ.ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ બાબતે વિધાર્થીઓ દ્વારા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતુ કે, પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સિધ્ધપુર, મહેસાણા, વડોદરા અને ગોધરાની હોમીયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ કે જેઓએ કોરોના કાળ દરમ્યાન પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. પરંતુ પ્રથમ વષૅની એનેટોમી પેપર એકની પરિક્ષામાં કેટલાક વિધાર્થી ઓને ફક્ત 30 જેટલા જ માકૅસ આવતા અને એનેટોમી પેપર બેની પરીક્ષામાં વિધાર્થીઓને 60 માર્કસ ઉપર આવ્યા છે.

જે વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષામાં એનેટોમીના વિષયમાં નાપાસ થયા હતા. જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓને માત્ર 30 જેટલા જ ગુણ મળ્યા હોય જ્યારે બીજા પેપરમાં 60 ઉપર ગુણ પ્રાપ્ત થયા છે. ત્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રથમ પ્રશ્નપત્રોના રીચેકીંગ માટે રજૂઆત કરી વિધાર્થીઓનું વષૅ બગડે નહીં તે માટે યુનિવર્સિટી ખાતે આવી ન્યાયીક માંગણી કરતું આવેદનપત્ર કુલપતિ ગેર હાજર હોવાથી તેમનાં પીએને આવેદનપત્ર આપી રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...