• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Unsuccessful Burglary Attempt At A Closed House Of Vallabh Nagar Society Near Gayatri Temple In Patan, Neighbor Thief Escapes

નિષ્ફળ પ્રયાસ:પાટણના ગાયત્રી મંદિર નજીક આવેલી વલ્લભ નગર સોસાયટીની એક બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, પાડોશી જાગી જતાં ચોર ભાગી ગયો

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ચોરીની ઘટનામાં કોઈ જાણ ભેદુ હોવાની આશંકા
  • પાછલી લાઈનના આઠ મકાનો ચાલુ છે અને આ એક મકાન બંધ હોવાનું ધ્યાને આવતા ચોરીનો પ્રયાસ

પાટણ શહેરમાં કોરોના કરફ્યુનો અમલ હોવા છતાં નાની મોટી ચોરીની ઘટના બહાર આવતી હોય છે. ત્યારે શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી વલ્લભ નગર સોસાયટીના એક બંધ મકાનમા ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિત અનુસાર શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલી વલ્લભ નગર સોસાયટીની છેલ્લી લાઈનમાં આવેલા એક બંધ મકાનમાં ગત રાત્રીના સમયે મકાનના પ્રાંગણમાં પગરવ સંભળાયો હતો અને ગલેરીની બાજુના રસોડા બાજુના દરવાજા ખોલવાનો અવાજ આવતા બાજુના મકાનમા રહેતા યુવા દંપતી સફાળા જાગી ને કોણ છે? તેમ પડકાર ફેકતા અજાણ્યો ચોર યુવક ગભરાટનો માર્યો ઘરમાંથી બહાર આવ્યો હતો અને દોડીને બાજુ મા આવેલી સારથી રેસિડેન્સીની દીવાલ કૂદી ભગી ગયો હતો.

સવારે મકાન માલિકને ફોન કરી બોલાવી ઘર ની તપાસ કરતા ઘરમાથી કોઈ વસ્તુ ચોરાઈ નહતી, પરંતુ આ ચોરીની ઘટનામાં કોઈ જાણ ભેદુ હોવાની આશંકા છે કારણ કે, પાછલી લાઈનના આઠ મકાનો ચાલુ છે અને આ એક મકાન બંધ હોવાનું ધ્યાને આવતા ચોરીનો પ્રયાસ થયો હતો. આમ શહેરમાં કોરોના કરફ્યુ હોવા છતાં નિસાચરો રાત્રીના સમયે રોડ પર કેવી રીતે બહાર નીકળી શકે છે તે પ્રશ્ન શહેરીજનોમા ચર્ચાતો હતો.

અન્ય સમાચારો પણ છે...