• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Unsatisfied With The Pending Demands, An Application Was Submitted To The Collector With The Demand Of Collective Resignation Of Ration Dealers Of Patan District.

રજુઆત:પડતર માંગણીઓ ન સંતોષાતા પાટણ જિલ્લાના રાશન ડીલરોના સામૂહિક રાજીમાનાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની વર્તમાન વિતરણ વ્યવસ્થામાં પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરાયા

પાટણ જિલ્લા ફેર પ્રાઈસ શોપ એસોસિએશનની તાજેતરમાં મળેલી મીટીંગ સરકારની વર્તમાન વિતરણ વ્યવસ્થામાં પડી રહેલી મુશ્કેલીઓ જેવી કે, અપોષણક્ષમ કમિશન માલઘટ , સર્વર પ્રોબ્લેમ, સમયસર જથ્થો નહી મળવો જેવી કેટલીક રાજય એસોસિએશનની પડતર માંગણીઓ ન સંતોષાતા હોવાનાં પ્રશ્ને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને આ વિચાર વિમર્શનાં અંતે પાટણ જિલ્લાના રાશન ડીલરો દ્વારા સામૂહિક રીતે અને સર્વાનુમતે રાજીમાના આપવાનો નિર્ણય લેવાયો હતો. જે અનુસંધાને ગુરૂવારના રોજ પાટણ જિલ્લા રાશન ડિલરો દ્વારા સામુહિક રાજીનામાની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના રાશન ડિલરો દ્વારા અપાયેલા સામૂહિક રાજીનામા બાબતેનાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ઓકટોમ્બર-2021ના જથ્થાનું વિતરણ માટે પરમીટ કે ચલણ જનરેટ નહી કરે, ઓકટોમ્બર 2021થી અમારી માંગણીઓ નહી સંતોષાય અથવા તો યોગ્ય સકારાત્મક નિકાલ કરવાની ખાત્રી એહસાસ નહી આપવામાં આવે તો આ સામુહિક રાજીનામા પત્રથી અમો સ્વેચ્છાએ રાજીનામા પાટણ જિલ્લા રાશન ડીલર તરીકે આપવા મજબૂર બનશુ તેવુ આવેદનપત્રમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...