તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:યુનિવર્સિટીના છાત્રો વિદેશ અભ્યાસ માટે જરૂરી ટ્રાન્સક્રિપ્ટ હવે ઓનલાઇન કાઢી શકશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માર્કશીટ અને ડિગ્રી સર્ટી સિવાયનાં તમામ પ્રમાણપત્ર ઓનલાઈન અપાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વિદેશ અભ્યાસ અર્થે જતા છાત્રોને જરૂરી ટ્રાન્સક્રીપ્ટ સર્ટી અને વેરિફિકેશનની ઓનલાઇન પ્રક્રિયા માટે તૈયારીઓ કરી છે. આ સપ્તાહમાં બન્ને પ્રક્રિયાઓ ઓનલાઇન શરૂ થઇ જતાં છાત્રોને હવે વહીવટી ભવનમાં ધક્કો ખાવાની જરૂર રહેશે નહીં. તો કંપનીઓ પણ પોતાના કર્મચારીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન કરી શકશે.યુનિવર્સિટીમાં અભ્યાસમાં પૂર્ણ કરી વધુ અભ્યાસ માટે વિદેશ જતા છાત્રોને ત્યાંની યુનિવર્સીટીઓમાં પ્રવેશ લેવા માટે ટ્રાન્સક્રીપ્ટ સર્ટી ખુબ જ અગત્યનું હોઈ રજૂ કરવાનું હોય છે.

જેથી વર્ષ દરમ્યાન છાત્રો ટ્રાન્સક્રીપ્ટ સર્ટી લેવા માટે દૂર દૂરથી વહીવટી ભવનમાં આવતા હોય છે. યુનિવર્સિટીએ માર્કશીટ અને ડિગ્રી સર્ટી સિવાયના સર્ટીઓ છાત્રોને ઓનલાઇન જ મળી રહે તે માટે એજન્સીને કામગીરી સોંપી હતી. જે કામગીરી અને પ્રકિયા પૂર્ણ થવા પામી છે. શરૂઆતમાં હાલમાં ટ્રાન્સક્રીપ્ટ સર્ટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રકિયા ઓનલાઇન શરૂ કરવામાં આવનાર છે.

આ સપ્તાહમાં જ બધી પ્રોસેસ પુરી કરી સર્ટી અને વેરિફિકેશન બન્ને છાત્રોને ઓનલાઇન જ કરાવી શકે માટેની સુવિધા શરૂ થઈ જશે.અગાઉ સાબરકાંઠા અને અરવલ્લી સહિત દુરના વિદ્યાર્થીઓએ ટ્રાન્સક્રિપ્ટ માટે લાંબા થવું પડતું હતું તેમાંથી હવે વિદ્યાર્થીઓને મોટી રાહત થશે

છાત્રોના ડોક્યુમેન્ટ કંપનીઓ ઓનલાઇન જ વેરિફિકેશન કરી શકશે : પરીક્ષા નિયામક
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે ઓનલાઇન ટ્રાન્સક્રીપ્ટ સર્ટી મળશે. ઉપરાંત છાત્રો પોતાના ડોક્યુમેન્ટ પણ વેરિફિકેશન કરાવી શકશે. વધુમાં આપણા છાત્રો જે કંપનીમાં લાગશે તે કંપનીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા યુનિવર્સિટીમાં મોકલે છે. જે હવે જાતે જ ઓનલાઇન વેરિફિકેશન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...