તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરવહીકૌભાંડ:યુનિવર્સિટીના કૌભાંડમાં સંડોવાયેલા કુલપતિ કે અન્ય કોઈપણને છોડવામાં નહીં આવેઃ મુખ્યમંત્રીએ આપી ચેતવણી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરવહીકૌભાંડને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લી ચેતવણી આપી. - Divya Bhaskar
ઉત્તરવહીકૌભાંડને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લી ચેતવણી આપી.
  • કૌભાંડની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી, IAS પંકજ કુમારને તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ આપવા તાકીદ કરાઈ
  • મુખ્યમંત્રીએ પાટણમાં સુજલામ સુફલામ યોજના થકી પાણી બચાવવાનું અભિયાન શરૂ કર્યું

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહીકૌભાંડમાં કોઇપણ જવાબદારને છોડવામાં નહીં આવે, એ પછી વાઇસ-ચાન્સેલર હોય કે સેનેટ સભ્ય, એમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુરુવારે પાટણમાં સુજલામ સુફલામ યોજનાના ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચર્ચિત ઉત્તરવહીકૌભાંડ અંગે સુજલામ સુફલામ જળ અભિયાન- 2021ના ચોથા તબક્કાનો પ્રારંભ કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ કૌભાંડની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ આપવા માટે પકંજ કુમારને જણાવાયું છે. રિપોર્ટના અંતે જે કોઇપણ જવાબદાર હશે એ પછી વાઇસ-ચાન્સેલર હોય કે સેનેટ સભ્ય, કોઇને પણ છોડવામાં આવશે નહીં.

કોઈપણ રાજકીય પક્ષનો હશે; કોઈને પણ સરકાર છોડશે નહીં: મુખ્યમંત્રી
ઉત્તર ગુજરાત ઉત્તરવહીકૌભાંડ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલાવાની માહિતી બહાર આવી છે. રાજ્ય સરકારે એની ગંભીરતા લીધી છે. પંકજ કુમાર જેવા સિનિયર અધિકારીને તાત્કાલિક તપાસ અને રિપોર્ટ આપવા માટે સૂચના આપવામાં આવી છે. કોઇપણ ચમરબંધીને સરકાર છોડશે નહીં. શિક્ષણ એક પવિત્ર વસ્તુ છે. જે કોઇએ પણ આમાં ગરબડ કરી હશે, રિપોર્ટના અંતે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરાશે, પછી એ વાઇસ-ચાન્સેલર હોય કે કોઇ સેનેટ સભ્ય હશે, કોઇ પ્રાધ્યાપક હશે કે કોઇ અન્ય માણસ હશે, કોઇપણ રાજકીય પક્ષનો હશે, કોઇને પણ સરકાર છોડશે નહીં.

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાની સંકલ્પબદ્ધતા રૂપે 'સુજલામ સુફલામ જળ અભિયાન- 2021ના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો છે. જે પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, મંત્રી શ્રમ અને રોજગાર દિલીપ ઠાકોર, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, ચેરમેન જીઆઈડીસી ગુજરાત સરકાર બલવંતસિંહ રાજપૂત, પ્રદેશ ભાજપ ઉપ-પ્રમુખ નંદાજી ઠાકોર, પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પાટણ જિલ્લા ભાજપ-પ્રમુખ દશરથ ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુ મકવાણા સહિત કલેકટર ડીડીઓ તેમજ અન્ય વહીવટીતંત્ર તેમજ કાર્યકર ભાઈઓ-બહેનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કૌભાંડને લઈ ઓનલાઇન મૂકેલા વર્ષ 2020 સિવાયનાં જૂનાં તમામ પરિણામો હટાવી લેવાયાં છે.
કૌભાંડને લઈ ઓનલાઇન મૂકેલા વર્ષ 2020 સિવાયનાં જૂનાં તમામ પરિણામો હટાવી લેવાયાં છે.

બુધવારથી વેબસાઈટ પર જૂનાં પરિણામો જોવા ન મળ્યાં
યુનિવર્સિટી દ્વારા એક બાદ એક બહાર આવતાં કૌભાંડને લઇ ઓનલાઇન મૂકેલાં વર્ષ 2020 સિવાયનાં જૂનાં તમામ પરિણામો હટાવી લેવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રીએસેસમેન્ટ અને એસેસમેન્ટમાં સુધારણા કરી વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવામાં આવ્યા હોવાના કોભાંડ સામે આવી રહ્યાં છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલાં રિઝલ્ટમાં ફેરફાર થયા હોવાના કેટલાક પુરાવા સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહ્યા છે. ત્યારે વધુ કોઈ ગુણ સુધારા કૌભાંડ તેમજ માર્કશીટો લોકોના હાથમાં ના લાગે અને કોઈ પરિણામો જોઈ ન શકે એવા આશ્રયથી યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલાં ઓક્ટોબર 2020 પહેલાંનાં તમામ પરિણામો અચાનક વેબસાઈટ પરથી દૂર કરી દેવામાં આવ્યાં છે, ત્યારે બુધવારથી વેબસાઈટ પર જૂનાં પરિણામો જોવા ન મળતાં યુનિવર્સિટી પોતાના જૂના કૌભાંડને છુપાવવા માટે આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાની શંકા ઊપજી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો