સુવિધા:યુનિવર્સિટી રું. 80 હજાર ભાડે ઓક્સિજન પ્લાન્ટ એજન્સીને ચલાવવા આપશે

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિવર્સિટી દ્વારા 7 દિવસની ટૂંકી નોટિસનું ટેન્ડર બહાર પડાયું
  • ઓકિસજન ​​​​​​​પ્લાન્ટમાં ફૂલ ટાંકીમાં 7 ક્યુબિક લિટરની 1430 બોટલ ભરી શકાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે કેમ્પસમાં 13 હજાર લિટરનો રીફલિંગ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. ત્રીજી લહેર શરૂ થતાં આયોજનના ભાગરૂપે પ્લાન્ટ ભાડેથી ખાનગી એજન્સીને આપી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. દસ દિવસમાં ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી પૂર્ણ કરી પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ માટે ચાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ છે જેમના પગાર ભથ્થાં સહિત મેઇન્ટેનન્સ ખર્ચ નીકળે તે માટે ટેન્ડરમાં ઓછામાં ઓછું માસિક 80 હજાર રૂપિયા ભાડું નક્કી કરવામાં આવેલ છે.

સૌથી વધુ ભાડાની રકમ અને શરતો પાલન કરતી એજન્સી હશે તેનું ટેન્ડર મંજૂર કરીને પ્લાન્ટ ચલાવવા માટે આપવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ કોમર્શિયલ પદ્ધતિથી યુનિવર્સિટી ચલાવી શકે તેમ ના હોઈ ભારતીય ઓક્સિજન પ્લાન્ટ ચલાવવા માટે આપવા નિર્ણય લેવાાયો છે જેથી સત્વરે પ્લાન્ટ ખાનગી એજન્સીને આપી ઓક્સિજન સપ્લાય શરૂ થાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે.

જેમાં સોમવારે યુનિવર્સિટી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લેવામાં આવતી ખાનગી એજન્સીઓ માટે વિવિધ શરતોને આધીન ટૂંકી નોટિસ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સાત દિવસની અંદર જ આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર છે અને એજન્સીની નિયુક્તિ બાદ ઝડપથી પ્લાન્ટ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...