તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:ઉત્તરવહી કૌભાંડ મામલે 'યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિ' દ્વારા કુલપતિની ચેમ્બરમાં હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

પાટણએક મહિનો પહેલા
કુલપતિની ચેમ્બરમાં હોબાળો
 • યુનિમાં કુલપતિ કે રાજીસ્ટારહજાર ના હોવાના કારણે નાયબ કાર્યકારી રાજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું
 • યુનિવર્સિટી સઘર્ષ સમિતિ દ્વારા અપવામા આવનારા આવેદનપત્રને લઈ યુનિ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતી દ્વારા આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિની ચેમ્બરમાં કુલપતિ જોડે વિવિધ કૌભાંડના જવાબ લેવા માટે આવ્યા હતા અને હાયરે કુલપતિ હાય હાય અને હાયરે વોરા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે યુનિમાં કુલપતિ કે રાજીસ્ટારહજાર ના હોવાના કારણે નાયબ કાર્યકારી રાજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું અને એમની પાસે વિવિધ કૌભાંડના જવાબ માગ્યા હતા.

ત્યારે નાયબ કાર્યકારી રાજીસ્ટ્રાર જગદીશ પ્રજાપતિએ આ બાબતે નો કોમેન્ટનો ઉત્તર આપી જવાબ આપવાનું ટાળ્યું હતું. યુનિવર્સિટી સઘર્ષ સમિતિ દ્વારા અપવામા આવનાર આવેદનપત્રને લઈ યુનિ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો હતો. સંઘર્ષ સમિતિના પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો નગરાજન સમિતિ જો યુનિવર્સિટીમાં આવશે તો તમનું મોઢું કાળું કરવાની ચેતવણી આપી હતી.

કુલપતિ હાજર ના હોવાના કારણે નાયબ કાર્યકારી રાજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું
કુલપતિ હાજર ના હોવાના કારણે નાયબ કાર્યકારી રાજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું

ઉલ્લેખનીય છે કે, પાટણ યુનિવર્સિટીમાં એમબીબીએસની પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ ત્રણ વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટમાં 12 ઉત્તરવહીઓ બદલી પાસ કરવાના કથિત કૌભાંડનો લઈ ખળભળાટ મચ્યો છે. યુનિવર્સિટીમાં તાજેતરમાં બહાર આવેલ એમબીબીએસમાં નાપાસ 3 છાત્રોને રીએસેસમેન્ટમાં પાસ કરવામાં કુલપતિની સંડોવણી હોવાની આશંકા સાથે હોબાળો મચતાં સરકારે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર એમ. નાગરાજનને તપાસ સોંપી છે. પરંતુ છેલ્લા 3-4 વર્ષમાં યુનિવર્સિટી દ્વારા લેવાતી છાત્રોની પરીક્ષા હોય કે ભરતી પરીક્ષા હોય, તેમાં કંઇક ને કંઇક ગેરરીતિની બૂ ઉઠી છે અને ભારે વિવાદ બાદ કુલપતિએ કમિટીઓ બનાવી તપાસ તો સોંપી છે, પરંતુ સમયાંતરે સમગ્ર વિવાદ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો