સંમેલન:યુનિવર્સિટી દ્વારા ઉ.ગુ.ના અધ્યાપકો વિદેશની યુનિવર્સિટીઓમાં સંશોધન માટે જઈ શકે માટે આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પ્રસ્તાવ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંમેલનમાં ભાગ લીધો. - Divya Bhaskar
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંમેલનમાં ભાગ લીધો.
  • યુનિ.એ ગાંધીનગર સાયન્સ સીટીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંમેલનમાં ભાગ લીધો

ગાંધીનગર સાયન્સ સીટી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંમેલનમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતના અધ્યાપકો સંશોધન અને અભ્યાસ કરાવવા માટે વિદેશમાં જઈ શકે તે માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા સાયન્સ સિટી ખાતે આયોજિત આંતરાષ્ટ્રીય શૈક્ષણિક સંમેલન 2022માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ તેમાં ભાગ લઈ કુલપતિ પ્રો.જે.જે.વોરા અને કુલસચિવ ડૉ. ડી.એમ.પટેલની અધ્યક્ષતામાં વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો અને યુનિવર્સિટીના આર્કિટેક્ટ, લાઈફ સાયન્સ ફેકલ્ટીના છાત્રો આ સમિટમાં આંતરાષ્ટ્રીય શૈક્ષણિક પ્રવાહોનો તલસ્પર્શી અભ્યાસ કરી વિવિધ દેશોની શૈક્ષણિક પેટર્ન અને નવા શિક્ષણ પ્રવાહોની માહિતીથી વાકેફ થયા હતાં. યુનિવર્સિટી દ્વારા સંમેલનમાં કાર્યરત કરાયેલ સ્ટોલમાં રાજ્ય સરકારના મંત્રીઓ, શિક્ષણ વિભાગના નાયબ સચિવ, દેશ- વિદેશની શૈક્ષણિક પ્રતિનિધિઓ સાથે યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટાર દ્વારા બેઠકો યોજી વિદેશના છાત્રો અભ્યાસ અર્થે પાટણ યુનિવર્સિટીમાં આવે અને તેમના છાત્રો વિદેશમાં અભ્યાસ અર્થે જઈ શકે તે માટે પરસ્પર સહયોગની ચર્ચાઓ કરાઈ હતી.

આ શૈક્ષણિક સંમેલનમાં વિવિધ દેશોના સરકારી પ્રતિનિધિઓ અને ગુજરાતની યુનિ.ઓ વચ્ચે શૈક્ષણિક સમજૂતી સંદર્ભે બેઠકો યોજાઈ હતી. જેમાં હેમ.યુનિના સંલગ્ન ઉ.ગુના અધ્યાપકો વિવિધ દેશોની યુનિ.ઓમાં સંશોધન અભ્યાસ અને ટીચિંગ લર્નિંગ પ્રોગ્રામમાં જોડાઈ શકે તે માટે પણ પ્રસ્તાવ મૂક્યા હતા.

છાત્રોના લાભ માટે સંમેલનમાં થયેલ પ્રસ્તાવ અમલમાં લાવવા પ્રયાસ કરીશું : કુલપતિ
કુલપતિ પ્રો.ડૉ.જે.જે.વોરાએ જણાવ્યુ હતું કે યુનિ દ્વારા સંમેલનમાં થયેલ પ્રસ્તાવ અંગે વિદેશોની યુનિઓ સાથે સંપર્ક કરી MOU કરવામાં આવશે.જેથી વિદેશની યુનિના અધ્યાપકો પણ અમુક સમય માટે ટીચિંગ માટે આવે તેવો પ્રયત્ન થશે.આપણા સ્ટુડન્ટસ વિદેશમાં અભ્યાસ હેતુ જઈ શકશે.ઉપરાંત આ સ્ટુડન્ટસને સ્કોલરશિપનો પણ લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...