તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મચારીઓને રાહત:યુનિવર્સિટી આઉટ સોર્સના કર્મચારીઓનો 5 રજા સુધી એક્સ્ટ્રા ભથ્થામાંથી પગાર નહીં કાપે

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રજાના દિવસની માત્ર પગારમાંથી જ કપાત થતાં કર્મચારીઓને રાહત થશે
  • યુનિવર્સિટી દ્વારા રજા પાડતા પગાર અને ભથ્થા બન્નેમાંથી પગાર કાપતાં કર્મચારીઓમાં રોષ હતો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આઉટસોર્સમાં નોકરી કરતા કર્મચારીઓને રજા પાડતા પગાર સહિત આપવામાં આવતા એક્સ્ટ્રા ભથ્થામાંથી પણ પગાર કાપવામાં આવતા કર્મચારીઓમાં યુનિવર્સિટી સામે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે રજૂઆત કરવામાં આવતાં યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓને પાંચ દિવસની રજા હશે ત્યાં સુધી ભથ્થામાંથી પગાર કપાત કરવામાં નહીં આવે તેવી છૂટછાટ આપવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા આઉટ સોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓની રજાઓ પાડતા પગાર સહિત યુનિવર્સિટી દ્વારા અપાતા નોકરીના વર્ષ પ્રમાણે એક્સ્ટ્રા 500, 1000 અને 2000 રૂપિયા એક્સ્ટ્રા ભથ્થામાંથી પણ તેમની રજાનો પગાર આપવામાં આવતો હતો.

ત્યારે એક રજાના પગાર પગાર ઉપરાંત એક્સ્ટ્રા ભથ્થા બંનેમાંથી પૈસા આપવામાં કાપવામાં આવતા કર્મચારીઓમાં યુનિવર્સિટી સામે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે કર્મચારીઓ દ્વારા કુલપતિ સહિત રજીસ્ટર અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. જેથી યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓને મહિનામાં પાંચ રજાઓ પાડશે ત્યાં સુધી તેમના એક્સ્ટ્રા ભથ્થામાંથી પૈસા કપાત કરવામાં આવશે નહીં પરંતુ એકલા પગારમાંથી જ રજાનો પગાર કપાત કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી કર્મચારીઓને હવે રજાઓનો પગાર ભથ્થામાંથી ના કપાતા રાહત થશે.

કર્મચારીઓએ યુનિ.માં રજૂઆત કરી હતી
યુનિવર્સિટીમાં આઉસ સોર્સિંગથી કામ કરતા કર્મચારીઓએ ભથ્થામાંથી કપાત થવા મુદ્દે કુલપતિ સહિત રજીસ્ટ્રારમાં રજૂઆત કરવામાં આવતાં પાંચ દિવસની રજા દરમિયાન ભથ્થામાંથી કપાત નહીં કરવા માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...