તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:યુનિવર્સિટીની કારોબારીની બેઠકમાં ઓક્સિજન પ્લાન્ટ માટે વધુ રૃપિયા 40 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો

પાટણ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ રુ.50 લાખ યુનિ. દ્વારા ફાળવવાનો નિર્ણય કરાયો, જ્યારે રૂ.20 લાખની રકમ માટે દાતાઓની મદદ લેવાશે
 • યુનિના 30 કાયમી અધ્યાપકોને રૂપિયા એક કરોડથી વધુનું એરિયસ ચૂકવવાનો પણ નિર્ણય કરાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠક કોરોના મહામારીમાં લોકોને પડતી ઓક્સિજનની હાલાકી દૂર કરવા માટે યુનિવર્સિટી કેમ્પસમાં નિર્માણ પામનાર ઓક્સિજન પ્લાન્ટ માટે વધુ રૃપિયા 40 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. તેમજ યુનિવર્સિટીના 30 જેટલા કાયમી અધ્યાપકોને સાતમા પગાર પંચ પ્રમાણે 50 ટકા મુજબ રૂ. એક કરોડથી વધુનું એરિયસ ચૂકવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો. જે .જે .વોરાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીમાં હાલમાં દર્દીઓને જે ઓક્સિજનની તકલીફ પડી રહી છે, તે ન પડે તે માટે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂ એક કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે જેમાં રૂ. 50 લાખ યુનિવર્સિટી દ્વારા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને રૂ.20 લાખની રકમ માટે દાતાઓનો સહયોગ લેવામાં આવનાર છે. જેમાં દાતાઓ તરફથી દાન મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે યુનિવર્સિટીમાં સ્થપાનારા ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઈલેક્ટ્રીકફિકેશનને લગતી જરૂરી કામગીરી અને આ પ્લાન્ટને ઝડપથી કાર્ય કરવા માટે જરૂરી ઓક્સિજન રીફલિંગ સિલિન્ડર ખરીદવા માટે સત્વરે જરૂરિયાત હોવાથી પ્લાન્ટ ઇન્સ્ટોલ થયા પહેલા થનાર ખર્ચ માટે વધુ રૃપિયા 40 લાખનો ખર્ચ યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી કરવાનો નિર્ણય સર્વ સંમતિથી કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આજની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્ય સરકાર તરફથી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા 30 જેટલા કાયમી અધ્યાપકોને 01-01-2016થી 31-12-2018ના સમયે ગાળાનું સાતમા પગાર પંચ આ પ્રમાણે 50 ટકા એરિયર્સ ચુકવણી માટે સરકાર તરફથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોય અધ્યાપકોને રૂપિયા એક કરોડથી વધુનું એરિયર્સ ચૂકવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી હોય મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ઓનલાઇન અને ઓફલાઇન પ્રમાણે યોજવામાં આવી હતી. જેમાં જે કારોબારી સભ્યો રૂબરૂ હાજર રહી શકે તેમ ન હતા તેઓ ઓનલાઇન કારોબારી સમિતિની બેઠકમાં જોડાયા હતા. તેમજ આજની બેઠકમાં કુલપતિ ડો. જે જે વોરા , રજીસ્ટાર ડો. ડી એમ પટેલ , કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલ, સ્નેહલભાઈ પટેલ હરેશભાઈ ચૌધરી, યુનિવર્સિટીના મુખ્ય હિસાબી અધિકારી એ. આર. મકવાણા, આસિસ્ટન્ટ રજીસ્ટાર જગદીશભાઈ પ્રજાપતિ યુનિવર્સિટીના એન્જિનિયર્સ વિપુલભાઈ સાંડેસરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો