વિદ્યાર્થીઓ વિમાશામાં મુકાયા:યુનિવર્સીટીની પરીક્ષાઓ 8 દિવસ બાદ શરૂ થશે પરંતુ ઓનલાઈન કે ઓફલાઈન સ્પષ્ટ નહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 27 ડિસેમ્બરથી પરીક્ષા શરૂ થતી હોય ઓફલાઇન કે ઓનલાઈન લેવાશે તે માટે કુલપતિ 23 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાના હોય વિદ્યાર્થીઓ વિમાશામાં મુકાયા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં સ્નાતક સેમ 1 ,3 અને 5 તેમજ અનુસ્નાતક સેમ-1 અને 3 ની પરીક્ષાઓ આગામી 27 ડિસેમ્બરથી ઓફલાઇન શરૂ થનાર હતી. જેના વિરોધમાં એનએસયુઆઇના કાર્યકરો અને છાત્રો દ્વારા પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ સાથે ભૂખ હડતાલ કરતા કુલપતિ દ્વારા પરીક્ષાઓ ઓફલાઈન કે ઓનલાઈન લેવી તે મામલે નિર્ણય લેવા માટે 23 ડિસેમ્બરની મુદત આપી હોય સંલગ્ન કોલેજોના પરીક્ષા આપનાર છાત્રો પરીક્ષા પદ્ધતિથી નક્કી ન થતા ગણતરીના દિવસો બાકી તૈયારીઓ પરીક્ષાની કરવા બાબતે પણ મુશ્કેલીમાં મુકાયા હોય સત્વરે યુનિ દ્વારા સ્પષ્ટીકરણ કરવા માંગ કરાઈ છે.

યુનિ.ના કુલપતિ જે.જે.વોરા દ્વારા યુનિવર્સિટી દ્વારા જાહેર કરેેલી ઓફલાઈન પરીક્ષાઓ અંગે ફરી નિર્ણય લેવા માટે છાત્રોને 5 દિવસની મુદત આપી હોય સંલગ્ન કોલેજોમાંથી પરીક્ષા આપનાર 50 હજારથી વધુ છાત્રો પરીક્ષા પદ્ધતિને લઇ કુલપતિ શું નિર્ણય લેશે તેની કાગડોળે રાહ જોવા મજબૂર બન્યા છે.

હાલમાં એક સપ્તાહનો પરીક્ષા પૂર્વે સમય બાકી હોય છાત્રો પરીક્ષાની તૈયારીઓ કરવામાં મૂંઝવણમાં મુકાયા છે.જેમાં ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવે તો પ્રશ્નોત્તરી પ્રમાણે તૈયારી કરવી અને જો ઓનલાઇન લેવામાં આવે તો વિકલ્પ આધારે પ્રશ્નો પૂછવામાં આવતા હોય વૈકલ્પિક પરીક્ષાની તૈયારી કરવાની થતી હોય કયા પ્રકારની પરીક્ષા પદ્ધતિ હશે અને કયા પ્રકારની તૈયારી કરવી તેવા વિવિધ પ્રશ્નોને લઈ છાત્રોના મૂંઝવણમાં મુકાયા છે. જેથી સત્વરે કુલપતિ દ્વારા કઇ પદ્ધતિથી યુનિવર્સિટીની પરીક્ષા લેવાશે તેવું સ્પષ્ટીકરણ કરવામાં આવે તેવુ કોલેજના અધ્યાપક અને છાત્રોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...