તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુરોધ:ટ્યુશન ફીમાં 15 % ઘટાડો કરવા સેલ્ફ ફાયનાન્સ કોલેજોને યુનિવર્સિટીનો પરિપત્ર

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમના છાત્રોની ટ્યુશન ફીમાં ઘટાડો કરવા અનુરોધ કરાયો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને લઇ હાલમાં કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ હોઈ ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રોની ટ્યુશન ફીમાં 15 ટકા જેટલો ઘટાડો કરવા સંલગ્ન 400 કોલેજોને પરિપત્ર કરી અપીલ કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે ઓનલાઇન બેઠક યોજી હતી.

જેમાં કોરોનાની મહામારીને લઈ વાલીઓ દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મંત્રી દ્વારા કુલપતિઓને તેમની યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને ફીમાં 15 % સુધીનો ઘટાડો કરવા માટેની ભલામણ કરી હતી. જેને પગલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોના સંચાલક મંડળના પ્રમુખોને પરિપત્ર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020 -21 માટે ટયુશન ફીમાં 15 % સુધીની રાહત આપવા અનુરોધ કર્યો છે.તેમ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ડી એમ પટેલ દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો