તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:યુનિવર્સિટી કેમ્પસની સેલ્ફફાયનાન્સ કોલેજોને 15 ટકા ફી માફીની જાણ ન કરાતાં વિદ્યાર્થીઓ પુરી ભરવી પડી

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કોલેજોને 15 ટકા ફી ઘટાડાની જાણ કરી પણ કેમ્પસમાં જાણ ન કરી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોરોના મહામારીને લઇ છાત્રોની ટ્યુશન ફી 15 ટકા ઓછી લેવા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પોતાના કેમ્પસની સેલ ફાયનાન્સ કોલેજોને સૂચના આપવાનું ભૂલી જતા છાત્રો મુંઝવણમાં મુકાતા પુરી ફી ભરતા જોવા મળ્યા હતા. કુલપતિને આ બાબતે ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક કેમ્પસ માટે પરિપત્ર કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ સેલ ફાયનાન્સ કોલેજેમાં છાત્રોની 15 ટકા ટ્યુશન ફી ઓછી લેવા પરિપત્ર કરી કોલેજોને અમલીકરણ માટે આદેશ કરાયો હતો. પરંતુ કેમ્પસમાં આવેલ 9 જેટલી સેલ ફાયનાન્સ કોલેજોને કુલપતિ દ્વારા કોઈ સૂચનાઓ ન આપવામાં આવતા કોલેજો દ્વારા ઓનલાઇન ફી લેવામાં આવતી હોઈ ઓનલાઇન મુકેલ ફી ની રકમમાં કોઈ ઘટાડો ન કરેલ હોઈ છાત્રોને ઓનલાઇનમાં પુરી ફી ભરવાની ફરજ પડતા છાત્રોએ આ બાબતે કુલપતિને રજુઆત પણ કરવામાં આવી હતી.

અન્ય કોલેજોને આદેશ કરનાર યુનિવર્સિટી પોતાની સેલ ફાયનાન્સ કૉલૅજોમાં નિયમોનું અમલીકરણ કરવામાં ઉદાસીન બનતા છાત્રોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ બાબતે કુલપતિને ધ્યાનમાં આવતા બુધવારે તાત્કાલિક બપોરે કેમ્પસની સેલ ફાયનાન્સ સ્નાતક અને અનુસ્નાતક તમામ કોલેજોમાં એક સત્રમાં 15 ટકા ટ્યુશન ફરજીયાત માફ કરવા માટે પરિપત્ર કરી તેમને જાણ કરાઈ હતી.

છાત્રોને 15 ટકા ફી માફી મળશે : કુલપતિ
કુલપતિ ડૉ.જે.જે. વોરાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી સંલગ્ન તમામ સેલ ફાયનાન્સ કોલેજોને આ પરિપત્ર લાગુ પડે છે. કદાચ કેમ્સપમાં કોલેજોને જાણ નહીં થઇ હોઈ તો તેમને કહેવામાં આવશે. અને 15 ટકા ફી માફી મળશે.જો કોઈ છાત્રએ ભરી દીધી હશે તે તેને પરત મળશે અથવા અન્ય સેમિસ્ટરમાં માફ કરવામાં આવશે.કોઈ છાત્રની ફી વધુ લેવાશે નહીં.ઓનલાઇનમાં પુરી ફી બતાવે એટલે ભરવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...