તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:યુનિવર્સિટીએ મંજૂર કરેલી ફાયર સેફટીની પાટણ, શામળાજી, મોડાસાની કોલેજ બંધ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય કોલેજોએ બંધ કરવા અરજી કરતા યુનિવર્સિટીએ મંજુર રાખી
  • યુનિવર્સિટીએ એક સાથે ઉ.ગુ.માંફાયર સેફટી અને એસ.આઈની 58 કોલેજોને મંજૂરી આપી હતી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર ઉત્તર ગુજરાતમાં ફાયર સેફ્ટી અને સેનેટરી ઈન્સપેક્ટરના કોર્સ માટે એકસાથે 58 કોલેજો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકી ફાયર સેફટીની ત્રણ કોલેજોએ શરૂ થાય તે પહેલાં જ બંધ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતમાં સંલગ્ન કાર્યરત કોલેજોમાં નવીન ફાયર સેફ્ટી અને એસ.આઈની કોલેજોને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. એક સાથે 58 કોલેજોને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

પરંતુ કોલેજોમાં અભ્યાસ માટેની સુવિધાઓ તેમજ સ્ટાફની વ્યવસ્થા કોલેજોને કરવાની હોય સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 58 પૈકી અરવલ્લીની બે અને પાટણ શહેરની એક મળી 3 કોલેજો નવીન શૈક્ષણિક વર્ષમાં શરૂ થાય તે પહેલાં જ બંધ કરવા માટે યુનિવર્સિટીમાં અરજી કરવામાં આવી હતી.

જે અરજી અનુસંધાન યુનિવર્સિટી દ્વારા મંડળ અને સંસ્થાઓ કોલેજો શરૂ કરવા ન માંગતા અરજીને સ્વીકારી બંધ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણેય કોલેજો પ્રથમ વર્ષમાં જ શરૂ થાય તે પહેલાં જ બંધ થતાં શૈક્ષણિક ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉલ્લેખનીય છે કે ફાયર સેફ્ટી અને એસઆઈના કોર્ષ માટે યુનિવર્સિટીએ ઉ.ગુ.માં નવિન 58 કોલેજો શરૂ કરવા માટે મંજરી આપી હતી.

આ કોલેજો બંધ કરવા અરજી

  • કે.આર.કટારા ફાયર સેફટી - શામળાજી
  • નોર્થ ગુજરાત એજ્યુકેશન ,ફાયર સેફટી -પાટણ
  • તત્વ ફાઉન્ડેશન, ફાયર સેફટી -મોડાસા

કોલેજ બંધ કરવા અરજી આપતા સ્વીકારી : રજીસ્ટ્રાર
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડી.એમ.પટેલ જણાવી હતી કે કોલેજોને મંજૂરી આપ્યા બાદ તેમને કોલેજો શરૂ ના કરવી હોય બંધ કરવા માટેની યુનિવર્સિટીમાં અરજીઓ આવી હતી. જે અરજી સ્વીકારી લેવામ આવતા આ કોલેજો હવે બંધ થશે.

અન્ય સમાચારો પણ છે...