ભરતીની જાહેરાત:યુનિ. પ્રથમવાર ભરતી પ્રક્રિયામાં વિવાદ ટાળવા સરકારના પ્રતિનિધિને હાજર રાખશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમ પ્રમાણે જ ભરતીની જાહેરાત , કોઈ ફેરફાર થશે નહીં : કુલપતિ જે.જે.વોરા

યુનિવર્સિટીએ જાહેર કરેલ સ્ટાફ અને હોદ્દેદારોની ભરતીમાં રોસ્ટર ના નિયમનું પાલન ન થતા હોવાનાં આક્ષેપો મામલે ગુરુવારે કુલપતિ દ્વારા ભરતી પ્રક્રિયા નિયમ મુજબ જ થઈ રહી કોઈ નિયમોનું ઉલ્લંઘન ના હોય આક્ષેપનો રકાસ કરી ભરતી ની જાહેરાત રદ કરાશે નહીં તેવું મીડિયા સમક્ષ ચિત્ર સ્પષ્ટ કર્યું હતું.

યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલ હોદ્દેદારો ની ભરતીમાં રોસ્ટરના નિયમોનું પાલન કરવામાં ન આવ્યું હોય OBC,SC ST સમાજના ઉમેદવારોને અન્યાય થતો હોવાની રાવ સાથે ભરતી રદ કરી રોસ્ટર ના નિયમ મુજબ ફરીથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી બુધવારે રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ અને NSUI દ્વારા રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે ગુરુવારે કુલપતિ ડૉ.જે.જે. વોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

શિક્ષણ વિભાગના તારીખ 10/6/2019 ના પરિપત્ર અન્વયે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે વય નિવૃત્તિ અવસાન થવાના કારણે ખાલી પડેલ જગ્યાઓ ભરવા સંદર્ભે આ યુનિવર્સિટી દ્વારા જાહેરાત ક્રમાંક 16/2022 તારીખ 5/7/2022 થી વિવિધ બિન શૈક્ષણિક જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ. જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર કરેલ મહેકમ મુજબની છે.જે પૈકી કુલસચિવ , મુખ્ય હિસાબી અધિકારી , ગ્રંથપાલ , નાયબ કુલ સચિવ અને , નાયબ ઇજનેરી જગ્યાઓ સિંગલ કેડર ની એકાંકી જગ્યાઓ હોય રોસ્ટર નો અમલ કરવાનો થતો નથી.

જાહેરાતમાં દર્શાવેલ મદદનીશ કુલસચિવ અને હિસાબનીસની જગ્યાઓ એક કરતાં વધુ હોય સીધી ભરતી અન્વેના સરકારના નિયમો મુજબ રોસ્ટર રજિસ્ટરમાં આવતા ક્રમને ધ્યાને લઈ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.સરકારની અન્ય યુનિવર્સિટીઓમાં માહિતી મેળવતા જાણવા મળેલ કે કરાર આધારિત જગ્યાઓ માટે રોસ્ટર નિભાવવામાં આવતા નથી. વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાર આધારિત ભરવાની જગ્યાઓમાં પણ અનામત પોલીસી નો અમલ કરવામાં નહિ આવે તેવું સ્પષ્ટ કહ્યું છે. આમ નિયમ મુજબ જ જાહેરાત બહાર પાડવામાં આવેલ હોય કોઈ ફેરફાર કરાશે નહીં.

ભરતીમાં વિવાદ ટાળવા સરકારના પ્રતિનિધિ ઇન્ટરવ્યૂમાં હાજર રખાશે
યુનિવર્સિટીમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કરવામાં આવતી ભરતી પ્રક્રિયામાં વિવિધ રીતે આક્ષેપો ઊઠતા વિવાદ સર્જાઇ રહ્યા છે. આ વખતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી પ્રક્રિયામાં વિવાદ ટાળવા ભરતી પ્રક્રિયા સમયે ઇન્ટરવ્યુમાં સરકારના પ્રતિનિધિને હાજર રાખવામાં આવશે.સમગ્ર પ્રક્રિયા સરકારની સૂચના અને દેખરેખ વચ્ચે પારદર્શક રીતે કરાશે. તેવું ઇન્ચાર્જ મહેકમ અધિકારી ડૉ. ચિરાગ પટેલે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...