ડીજે પર પ્રતિબંધ:યુનિ. કેમ્પસમાં શૈક્ષણિક દિવસ દરમિયાન ડીજેના કાર્યક્રમ કરવા પર પ્રતિબંધ મૂકાયો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર કરી વિભાગના વડાઓને સૂચના અપાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે મંજૂરી વગર જ કેમેસ્ટ્રી વિભાગના છાત્રો રસ્તા ઉપર ડીજે ગોઠવી બેફામ અવાજ સાથે ગરબે ઘૂમતા અન્ય વિભાગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરવામાં ભારે હાલાકી પડી હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કરવામાં આવતા કુલપતિ દ્વારા શુક્રવારે કાર્યવાહીના ભાગ રૂપે તાત્કાલિક મંજૂરી વગર જાહેરમાં ચાલુ શૈક્ષણિક દિવસ દરમિયાન લાઉડ સ્પીકર કે મોટા ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગની બહાર વિદ્યાર્થીઓ મોટા ડીજે રસ્તા ઉપર જાહેરમાં ગોઠવી સવારે 11 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી બેફામ ડીજે ના ગીતો સાથે ગરબે ઘુમવા સહિત ડાન્સ કરતા અન્ય વિભાગના છાત્રો અને પ્રોફેસરોને શૈક્ષણિક કાર્ય કરાવું મુશ્કેલ પડ્યું હતું.

છાત્રોના હિતમાં શૈક્ષણિકતામાં આવો ડીજે નો કાર્યક્રમ ચાલુ દિવસ દરમિયાન કરવો અયોગ્ય હોય દિવ્ય ભાસ્કર દ્વારા બે ધડક અહેવાલ પ્રકાશિત કરતા શુક્રવારે કુલપતિ ડૉ. રોહિત દેસાઈ દ્વારા દિવ્ય ભાસ્કરના અહેવાલને ધ્યાનમાં લઈ શિક્ષણધામમાં ફરી શૈક્ષણિક કાર્ય દરમિયાન ડીજે સાથેનો જાહેરમાં કાર્યક્રમ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તેમને આ બાબતે વધુમાં જણાવ્યું કે કેમ્પસમાં ઘોઘાટ વાળાં કાર્યક્રમ શૈક્ષણિક કાર્યના દિવસ દરમિયાન ના કરવા ઉપરાંત રજાના દિવસે પણ ડીજે કે સંગીતના કાર્યક્રમ કરવા માટે રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી લેવી પડશે.મંજૂરી વગર કાર્યક્રમ કરશે તો વિભાગના વડા કે વિધાર્થીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.જે પરિપત્ર કરી તાત્કાલિક તમામ વિભાગના વડાને આપી જેનો ચુસ્ત અમલ થાય માટે સૂચના અપાશે.સિક્યુરિટી દ્વારા વોચ રખાશે.

અન્ય સમાચારો પણ છે...