તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સહસ્ત્રલિંગ તળાવના સ્થળ નિરિક્ષણ માટે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ 17 ઓગસ્ટે પાટણ આવશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐતિહાસિક ધરોહર 1008 શિવ મંદિરનું પુનઃનિર્માણના આયોજન

પાટણ શહેરની ઐતિહાસિક ધરોહર સહસ્ત્રલિંગ સરોવરના પુનઃનિર્માણ અને વિકાસ માટે કેન્દ્રીય સંસદીય સાંસ્કૃતિક મંત્રી કિશન રેડ્ડી તેમજ અર્જુનરામ મેઘવાલને સાસંદ ડૉ.કિરીટભાઈ સોલંકી રજુઆત અન્વયે કેન્દ્રીય સંસદીય, સંસ્કૃતિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અર્જુન રામ મેઘવાલ (IAS) પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથે 17 ઓગસ્ટના રોજ સહસ્ત્રલિંગ સરોવર સ્થળ મુલાકાત માટે આવી રહ્યા છે.

પાટણમાં સહસ્ત્રલિંગ સરોવરમાં 1008 શિવમંદિરોના પુનઃ નિર્માણ કાર્ય પછી તેમાં નર્મદાની નિરથી સરોવર બારેમાસ ભરી રાખવું અને શિવ મંદિરની પૂજા-અર્ચના નિરંતર કરી ઐતિહાસિક શહેરમાં વધુ એક ઐતિહાસિક ધરોહરનો વિકાસ થાય માટે સાંસદ ડૉ.કિરીટ સોલંકી દ્વારા સરકારમાં રજુઆત અંતે પુરાતત્વ વિભાગ સાથે મળી આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આયોજન અંગે સહસ્ત્રલિંગ તળાવના નિરીક્ષણ માટે આગામી કેન્દ્રીય સંસદીય, સંસ્કૃતિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અર્જુન રામ મેઘવાલ (IAS) પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથે 17 ઓગસ્ટના રોજ 11:00 કલાકે સહસ્ત્રલિંગ સરોવર સ્થળ મુલાકાત માટે આવી રહ્યા છે.સ્થળ નિરીક્ષણ અને અધિકારીઓ સાથે બેઠક કરી આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...