અકસ્માત:પાટણના ખલીપુર નજીક ગુડ્ઝ ટ્રેન સાથે અજાણ્યો યુવાન અથડાતા મોત

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ કાંસા ભીલડી બ્રોડગેજ રેલવેલાઇન ઉપર મંગળવારના રોજ સવારે ખલીપુર નજીકથી પસાર થતી ગુડઝ ટ્રેન સાથે એક રાહદારી યુવાન આકસ્મિક રીતે ગુડઝ ટ્રેનને અથડાતા તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હોવાની ઘટના સજૉવા પામી છે.

આ અકસ્માતની જાણવા મળતી માહિતી મુજબ પાટણ કાંસા ભીલડી રેલવે લાઇનના ખલીપુર ટ્રેક પર મંગળવારે વહેલી સવારે રાજસ્થાનથી અમદાવાદ તરફ જતી એક ગુડઝ ટ્રેન પુરઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન ખલીપુર રેલવેટ્રેક પાસેથી એક રાહદારી યુવાન પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક આ યુવાન પુરઝડપે પસાર થઇ રહેલ ગુડઝ ટ્રેન સાથે ટકરાતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું.

આ અકસ્માતનાં બનાવની જાણ રેલ્વે પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનું પંચનામુ કરીને પાટણ રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.જો કે આ લખાય છે ત્યાં સુધી મૃતકના કોઇ વાલીવારસની જાણ થવા પામી નથી ત્યારે હાલમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...