તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:યુનિ. દ્વારા જાહેર કરાયેલ લો સેમ 2 અને 4 નાં પરિણામો સ્થગિત કરવા છાત્રોની માંગ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લો સેમ-2 અને 4નાં વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
લો સેમ-2 અને 4નાં વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું.
  • છાત્રોએ કુલપતિને આવેદનપત્ર આપી છાત્રોના હિતમાં યોગ્ય લેવા રજુઆત કરી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા એલએલબી સેમ 2 અને 4ના પરિણામોમાં ગત સેમિસ્ટર જેવા પરિણામ જાહેર કરાવમાં આવતા અન્યાય થયો હોવાની રાવ સાથે છાત્રોએ કુલપતિને રજુઆત કરી પરિણામો સ્થગિત કરવાની માંગ કરી હતી.

લો કોલેજોમાં સેમ 2 અને 4 ના છાત્રોને મેરીટ બેઝ પ્રોગ્રેશન દ્વારા આપેલ પરિણામને લઇ અસંતોષની લાગણી સાથે શુક્રવારે કુલપતિ ડૉ જે.જે વોરાને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી કે ઓનલાઇન પરીક્ષાના પરિણામોમાં ગત સેમ. સમાન જ પરિણામ આવ્યા છે. જેમાં કોઈ છાત્રો બીમારીના કારણે ગેરહાજર હતા તો પણ આ પરીક્ષા ગેરહાજર ગણી નાપાસ જાહેર કરાયા છે. જેથી પરિણામ યોગ્ય ન હોઈ યુનિ. દ્વારા જાહેર કરેલ લો ના પરિણામ સ્થગિત કરવામાં આવે. કુલપતિએ આ બાબતે પરીક્ષા વિભાગ અને ડીન સાથે ચર્ચા કરી છાત્રોના હિતમાં નિર્ણય લેવાની બાહ્યધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...