પરીપત્ર જાહેર:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન બીએસસી કોલેજોમાં વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા જ પ્રવેશ આપવા યુનિ દ્વારા પરીપત્ર જાહેર કરાયો

પાટણએક મહિનો પહેલા
  • સેન્ટ્રલલાઇઝેશનને બદલે જે-તે કોલેજોમાં જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયા બાદ યુનિવર્સિટી સંલગ્ન બીએસસી કોલેજોમાં વિધાર્થીઓને કોલેજ દ્વારા જ પ્રવેશ આપવા માટે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

પાટણ યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, અને સેલ્ફ ફાયનાન્સ મળી કુલ 65 બીએસસી કોલેજો કાર્યરત છે. તાજેતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયા બાદ યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતની બીએસસી કોલેજોમાં હવે સેન્ટ્રલલાઇઝેશનને બદલે જે-તે કોલેજોમાં જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવા માટે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજોમાં પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં બીએસસી સેમ.1 માં 10હજાર જેટલી બેઠકો ફાળવવામાં આવી છે. વિધાર્થીઓને તા.30 જુન સુધી પ્રવેશ મળી જાય તે માટે દરેક કોલેજોને યુનિવર્સિટી દ્વારા પરીપત્ર જાહેર કર્યો હોવાનું આસીસ્ટન્ટ રજીસ્ટાર આનંદ પટેલે જણાવ્યું છે.

નોંધનીય છે કે, બીએસસી સેમીસ્ટાર-1માં ઓનલાઇન પ્રવેશ માટે તા.30 જુન સુધી વિધાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે અને ત્યારબાદ કોઇપણ સંજોગોમાં વિધાર્થીઓને બીએસસી સેમ.1માં પ્રવેશ આપી શકાશે નહીં તેવું યુનિવર્સિટીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...